Home International International Snow Storm Heats America Europe Europe Countries

યુરોપ-અમેરિકામાં હિમતાંડવ : પશ્ચિમના દેશોમાં જોવા મળ્યું બર્ફિલા પવનોનું ટોર્ચર

યુરોપ-અમેરિકામાં હિમતાંડવ
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2025, 07:33 PM IST

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ભીષણ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશથી યુરોપ અને ઉત્તર અમેરિકાના દેશો સુધી જબરદસ્ત હિમવર્ષા થઈ રહી છે. બર્ફિલા પવનો ફૂંકાતા જીવનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.  અમેરિકામાં મેદાની વિસ્તારો, મધ્ય-પશ્ચિમ અને મધ્ય-એન્ટાલન્ટિક સુધી બર્ફીલી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.  હિમવર્ષાના કારણે દોડતા જનજીવન પર બ્રેક લાગી ગઈ.


કાતિલ ઠંડીએ લગાવી ઈમરજન્સી

દુનિયાના અનેક દેશોમાં કાતિલ ઠંડી સાથે બર્ફિલા પવનનું ટોર્ચર જોવા મળી રહ્યુ છે.  પશ્ચિમના દેશોમાં જબરદસ્ત હિમવર્ષા થઈ રહી છે. અમેરિકા, બ્રિટન અને યુરોપિયન દેશોમાં ભારે હિમવર્ષાના કારણે પ્રભાવિત થયા છે.  યુરોપ અને અમેરિકામાં બરફનું વાવાઝોડું ત્રાટક્યું છે. આ વાવાઝોડાની અસરની આ શરૂઆત જ સમજો, બર્ફિલા વાવાઝોડાના કારણે કરોડો લોકો પ્રભાવિત થઈ શકે છે. યુરોપ ખંડમાં મોટાભાગના પ્રદેશોમાં તોફાની હિમવર્ષા અને વરસાદે ઈમરજન્સી લગાવી દીધી છે. બ્રિટનમાં તો એક દાયકા બાદ આટલી ભયંકર હિમવર્ષા જોવા મળી છે,  ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં સતત બરફ પડવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લંડનમાં એક ઈંચ સુધી બરફના થર જામ્યા.  હિમવર્ષાના કારણે શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે.   બર્ફિલા વાવાઝોડાના કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ,  યુરોપમાં બરફના તોફાનના કારણે સેંકડો ફલાઈટ્સ રદ કરવામાં આવી, જેના કારણે મુસાફરો અટવાઈ ગયા.માન્ચેસ્ટર અને લિવરપૂલ સહિતના એરપોર્ટ્સ પરના રન વે બંધ કરવામાં આવ્યા. ટ્રેનસેવા પણ પ્રભાવિત થઈ છે, તો અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર બરફના થર જામવાના કારણે વાહનચાલકો અટવાઈ ગયા.

 

જર્મનીમાં બ્લેક આઈસની અસર

ઠંડા પવનો દક્ષિણ પશ્ચિમ તરફ વળવાના કારણે જર્મની પણ પ્રભાવિત થયું છે. જર્મનીમાં બ્લેક આઈસની ચેતાવણી આપવામાં આવી છે.  બ્લેક આઈસ એટલે કે રસ્તા અને પાણી પર નજરમાં ના આવે તેવી બરફની પડ. આવી સ્થિતિમાં અકસ્માતનું જોખમ વધી જાય છે.. નાગરિકોને ઘરે રહેવાની ચેતાવણી આપવામાં આવી છે. 

બ્રિટનમાં 16 ઈંચ સુધી હિમવર્ષા થવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. અનેક રાજ્યોમાં હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં તાપમાન માઈનસ 18 ડિગ્રી સુધી પહોંચે તેવું અનુમાન છે. જો આ તોફાનની અસર હજી યથાવત રહી તો લાખો લોકોને અંધારપટમાં રહેવા મજબૂર થવું પડશે.પશ્ચિમ અમેરિકામાં બરફના તોફાનના કારણે 2 હજાર ફલાઈટ્સ રદ કરવામાં આવી. અમેરિકા હવામાન વિભાગના એલર્ટ મુજબ 1,500 માઈલ એટલે કે 2,400 કિમી વિસ્તારમાં બરફનું તોફાન ત્રાટક્યું છે. આ વાવાઝોડાની અસરના કારણે હિમવર્ષા, બરફના ભયાનક તોફાન અને વરસાદનો ત્રિપલ અટેક જોવા મળશે. અમેરિકામાં આ તોફાનથી 6 કરોડથી વધુ લોકો ઘરમાં કેદ રહેવા મજૂબૂર થયા છે.



અમેરિકાના કેન્સસ અને મિસૌરીમાં 8થી 10 ઈંચ સુધી બરફ પડવાની સંભાવના છે. ન્યૂયોર્કમાં કેટલાક ભાગોમાં 3 ફૂટ સુધી બરફના થર જામ્યા છે. રાજ્ય પોલીસ લોકોને ઘરમાં રહેવાની જ અપીલ કરી રહી છે.  કેન્સસ અને મિસૌરીમાં તો ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. શિકાગો-ન્યૂયોર્ક વચ્ચે ટ્રેન સેવા રદ થઈ તો સેન્ટ લૂઈસમાં 200થી વધુ ફલાઈટ્સ રદ કરવામાં આવી.  ફસાયેલા લોકોની મદદ માટે નેશનલ ગાર્ડ્સની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે હિમવર્ષાના કારણે દુર્ઘટનાઓ પણ વધી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ