વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં ગુરુવારની સાંજે ભારતીય સમયાનુસાર 14 ફેબ્રુઆરીની સવારના 3 કલાકે મુલાકાત થઈ છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત આ બેઠક ના માત્ર ભારત અને અમેરિકા માટે પરંતુ દુનિયાના અન્ય દેશો માટે પણ સેન્ટર ઓફ ધ અટ્રેકશન રહી... વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પે મળતા જ ગળે લગાવી દીધા હતા... PM મોદી સાથે મુલાકાત થતા ટ્રમ્પ કહે છે કે- અમે તમને ખૂબ યાદ કર્યા...WE MISSED YOU A LOT
બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત
બંને દેશના વડા વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ જેમાં વેપાર,રક્ષા સહયોગ, આતંકવાદ સામેની રણનીતિ, ઉર્જા ભાગીદારી, ટેરિફ, વિઝા નીતિ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ... આવનારા 5 વર્ષમાં બંને દેશ વચ્ચેના વેપારને બે ગણો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે...
ક્વાડ ભાગીદારીને મજબૂત બનાવવાની વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એશિયા-પેસિફિક વિસ્તારમાં એક મહત્વના રણનીતિકાર સહયોગી દેશ ગણાવ્યા છે... ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન એટલે કે ક્વાડ દેશોના આ સમૂહ વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની વાત ટ્રમ્પે કરી છે... આ વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે...
ડિફેન્સ ટેકનિક અને સૈન્ય હથિયારો પર સહમતિ
અમેરિકાએ ભારતને વધુ ડિફેન્સ ટેકનીક અને એડવાન્સ સૈન્ય હથિયારો આપવા પર સહમતિ દર્શાવી છે... ટ્રમ્પે કહ્યું- અમેરિકા ભારતને એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ હથિયારો, ફાઈટર જેટ્સ અને ડિફેન્સ તકનીક આપશે... આ સિવાય બંને દેશ વચ્ચે રક્ષા ક્ષેત્રમાં સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફરને વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે...
કાચુ તેલ અને નેચરલ ગેસનો પુરવઠો વધારાશે
ભારતને મળનારું કાચુ તેલ અને નેચરલ ગેસનો પુરવઠો અમેરિકા વધારશે... બંને દેશ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર સંયુક્ત રીતે કામ કરવાની યોજના બનાવી રહ્યા છે... આ પ્રોજેક્ટ થકી ભારતને પોતાના ઉર્જા સંશાધનોને વધુ મજબૂત કરી શકશે..
એડવાન્સ AI સિસ્ટમ પર કામ કરાશે
અમેરિકા અને ભારત બંનેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સહયોગ વધારવા પર ભાર મૂક્યો છે... આ ભાગીદારી અંતર્ગત એડવાન્સ AI સિસ્ટમ વિકસિત કરવામાં આવશે.. હેલ્થ, એજ્યુકેશન, ડિફેન્સ અને અન્ય ક્ષેત્રોમાં એડવાન્સ AI ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવશે... AI ટેકનોલોજીમાં સંયુક્ત ભાગીદારીથી ભારતીય ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સને તેનાથી મોટો ફાયદો થવાનો છે....
અમેરિકામાં ભારતના વધુ 2 દૂતાવાસ ખોલવામાં આવશે
અમેરિકામાં ભારતીય સમુદાયો માટે હવે લોસ એન્જલસ અને બોસ્ટનમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે, નવા બે કોન્સ્યુલેટ શરૂ થવાથી ત્યા રહેનારા ભારતીયોને ફાયદો થવાનો છે...
મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ સોંપાશે
PM મોદીની આ અમેરિકાની મુલાકાતમાં ભારતને મોટી સફળતા મળી છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2008 મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે મીડિયા સાથેની વાતીચીતમાં કહ્યું કે- જો બાઈડનની સરકારે ભારતને યોગ્ય સહયોગ ના આપ્યો, પરંતુ અમે એવું નહીં કરીએ... ભારતના આવા ગુનેગારોને અમે પાછા મોકલતા રહીશું. આ સિવાય બંને દેશ વચ્ચે આતંકવાદ સામે સાથે કામ કરવા પર પણ પ્રતિબદ્ઘતા દર્શાવવામાં આવી છે, ડોનાલ્ડ ટ્રમ્પે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે પાકિસ્તાનમાં આતંકવાદને પોષવામાં આવે છે, પરંતુ તે આ વાતનો ક્યારેય સ્વીકાર કરતું નથી... ટ્રમ્પની આ પ્રતિક્રિયા પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ફગાવતા કહ્યુ કે- આ બધી વાતો એકતરફી છે, અને તેના પર વિશ્વાસ કરવાનો મતલબ નથી... PM મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાતને બંને દેશના વેપારને લઈ પણ મહત્વની માનવામાં આવતી હતી, ટ્રમ્પે કહ્યુ છે કે- બંને દેશ વચ્ચે વ્યાપારિક અવરોધ જોવા મળે છે, તેને દૂર કરવાના પણ પ્રયાસ કરવામાં આવશે... PM મોદીની અમેરિકા મુલાકાત વચ્ચે જ ટ્રમ્પે ભારત સહિત અન્ય દેશો પર રિસિપ્રોકલ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, મતલબ કે બંને દેશ વચ્ચેના પારસ્પારિક ટેરિફ... અન્ય દેશ જેટલા ટેરિફ લગાવે છે, તેટલા જ ટેરિફ અમેરિકા પણ લગાવશે.. ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે કહ્યુ કે- ભારતમાં ટેરિફના દર ઘણા ઊંચા છે...
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બે દિવસનો અમેરિકા પ્રવાસ પૂર્ણ થયો છે... ઈઝરાયલ,જાપાન, જોર્ડન બાદ ભારતના વડાપ્રધાન સાથે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થઈ છે... બીજી ટર્મમાં બંને દેશના વડા વચ્ચેની મુલાકાતને આવનારા સમય માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.... મહત્વનું છે કે PM મોદીએ ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે...






