ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની આકરા પાણીએ થયા છે, અને એ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધીઓ પર...મેલોનીએ જાહેરમંચ પર લગાવેલી લપડાકની દુનિયાભરમાં નોંધ લેવામાં આવી છે.
ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની બરાબરના ગુસ્સે ભરાયા.... અને વરસી પડ્યા છે... આ ગુસ્સો ડાબેરી વિચારધારા ધરાવનારા નેતાઓ પર ઉતર્યો છે... તેમણે કહ્યું કે- દુનિયામાં મોદી, ટ્રમ્પ અને મારા જેવા નેતાઓ ઉભરી આવ્યા છે તેના કારણે ડાબેરી વિચારધારા નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. આ વાત કહેતા તેમણે ભૂતકાળના નેતાઓને પોતાના નિવેદનમાં ટાંક્યા હતા.
શું બોલ્યા જ્યોર્જિયા મેલોની?
જ્યારે 90ના દાયકામાં બિલ ક્લિન્ટન અને ટોની બ્લેર જેવા ગ્લોબલ લેફ્ટિસ નેતા બન્યા, ત્યારે તેમને સ્ટેટ્સમેન તરીકે સંબોધવામાં આવતા, મોટા નેતાઓ કહેવામાં આવતા. પરંતુ મોદી, ટ્રમ્પ કે જ્યારે અમે કહી બોલીએ તો આ ડાબેરી વિચારધારા રાખનારા નેતાઓ કહે છે કે લોકશાહી ખતરામાં છે.. લેફ્ટનું ડબલ સ્ટાન્ડર્ડ છે, અને અમને તેની આદત પડી ગઈ છે. સારી વાત એ છે કે હવે લોકોને તેમના જૂઠ્ઠાણા પર ભરોસો નથી.. તે લોકો અમારા પર ગમે તેટલો કાદવ-કીચડ ઉછાળે, લોકો અમને જ વોટ આપશે..
જ્યોર્જિયા મેલોનીએ તેમ પણ કહ્યુ હતું કે- લેફટીસ્ટ નેતાઓની દાઝ હવે પાગપલપનમાં ફેરવાઈ ગઈ છે, કારણકે રાઈટ વિંગ નેતાઓ જીતી રહ્યા છે, અને તેઓ સાથે ચાલી પણ રહ્યા છે. જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં આયોજિત કંઝર્વેટિવ પોલિટીકલ એકશન કોન્ફરન્સમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા, જ્યા તેમણે લેફ્ટીઝ નેતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂત લીડર ગણાવતા કહ્યુ હતું કે- વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પના પરત આવવાથી વામપંથીઓ ગભરાઈ ગયા છે... મહત્વનું છે કે જ્યોર્જિયા મેલોની પર LGBT વિરોધી, ઈસ્લામોફોબિયા, ફાસીવાદી હોવાના આરોપ લાગતા આવ્યા છે...
જ્યોર્જિયા મેલોની અગાઉ ઈટલી સહિત યુરોપમાં ગેરકાયદેસર રીતે ઈમિગ્રન્ટ્સની વધતી સમસ્યાઓ પર ચિંતા વ્યકત કરી છે, અને કડક પગલા લેવાની પણ તેમણે વાત કરી છે.... મહત્વનું છે કે રાઈટ વિંગના નેતાઓ માટે મેજોરિટીમાં આવતા નાગરિકોને મળનારા હક પ્રાથમિકતામાં આવે છે, તેઓ નેશન ફર્સ્ટ વિચારધારામાં માનનારા હોય છે, મતલબ કે દેશના મૂળ નાગરિકોને સૌથી પહેલી પ્રાથમિકતા આપવી.





