Home Sports Indvsengteam India Holds First Outdoor Training Session Manchester Before Fourth Test

IND VS ENG: માન્ચેસ્ટરમાં મૂંજવણ : ચાર ખેલાડી ઈજાગ્રસ્ત થતા ગંભીર - ગિલની ચિંતા વધી, પ્લેઈંગ 11ને લઈ કોકડું ગૂંચવાયું

IND VS ENG: માન્ચેસ્ટરમાં મૂંજવણ
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 12:10 PM IST

IND VS ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેચ બુધવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. પરંતુ ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવન વિશે હજુ ચિત્ર સ્પષ્ટ થયુ નથી. ફાસ્ટ બોલર આકાશ દીપ ફિટ નથી, જેના કારણે અંશુલ કંબોજને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી સમગ્ર સિરિઝમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે અર્શદીપ સિંહ પણ ફિટનેસ સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. કરુણ નાયર પોતાનું સ્થાન જાળવી રાખશે કે સાઈ સુદર્શનને તક મળશે તે અંગે હજુ કઈ સ્પષ્ટ નથી.

પ્લેઇંગ ઈલેવનને લઈ ચિત્ર અ સ્પષ્ટ

ભારતીય ટીમે ચોથી ટેસ્ટ પહેલા સોમવારે આઉટડોર ટ્રેનિંગ સેશન યોજ્યું હતું. આ દરમિયાન ફાસ્ટ બોલર આકાશ દીપે બોલિંગ કરી, પરંતુ તે પીઢની ઈજાનો સામનો કરી રહ્યો છે.આ ઉપરાંત આકાશ દીપ દર્શકની જેમ સાઇડલાઇન પર ઊભો રહ્યો, તેની સાથે અર્શદીપ સિંહ પણ જોવા મળ્યો હતો. અર્શદીપ સિંહ હાથની ઇજાને કારણે પહેલાથી જ બહાર થઈ ગયો છે. જો આકાશ દીપ પણ ફિટ ન થાય, તો ટીમે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સાથે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણ અથવા અંશુલ કંબોજમાંથી કોઈ એકને ટીમમાં સામેલ કરવો પડશે.

પ્રસિદ્ધ કૃષ્ણ કે અંશુલ કંબોજ ??

અર્શદીપના કવર તરીકે IPL અને રણજી ટ્રોફિમાં સારૂ પ્રદર્શન કરનાર અંશુલ કંબોજને ફટાફટ ઈંગ્લેન્ડ બોલાવામાં આવ્યો હતો. જેના લઈને પૂરે પૂરી સંભાવના છે કે, તેને ભારતીય ટીમમાં ત્રીજા ફાસ્ટ બોલર તરીકે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. અંશુલ કંબોજે નેટ્સમાં લગભગ એક કલાક સુઘી બોલિંગ કરી હતી. તેની સાથે સાથે સિરાજ, બુમરાહ, પ્રસિદ્ધ અને શાર્દુલ ઠાકુર પણ બોલિંગ કરી રહ્યા હતા. સિરાજે પ્રેક્ટિસ સેશન દરમિયાન આક્રમક બોલિંગ કરી, ખાસ કરીને શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને રિષભ પંત સામે. જ્યારે બુમરાહે પણ બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.

રિષભ પંત વિકેટ કીપિંગ કરશે??

નેટ સેશન દરમિયાન બધાની નજર રિષભ પંત પર હતી, તેણે લોર્ડ્સ ટેસ્ટમાં વિકેટ કીપિંગ કરી ન હતી કારણ કે તેને બીજી ટેસ્ટના પહેલા દિવસે આંગળીમાં ઈજા થઈ હતી. જ્યારે તે પાંચમા દિવસે બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને જોફ્રા આર્ચરના બોલનો સામનો કરતી વખતે દુ:ખાવો થતો હતો. પરંતુ ટ્રેનિંગ સેશન દરમિયાન રિષભ પંતે કોઈ સમસ્યા વિના વિકેટ કીપિંગ કરી અને બેટિંગ પણ કરી હતી. પંતે સિરાજ, કંબોજ અને પ્રસિદ્ધ સામે આરામથી બેટિંગ કરી હતી, તેના હાથમાં કોઈ સમસ્યા જોવા મળી ન હતી.

કરુણ નાયર કે સાંઈ સુદર્શન??

કરુણ નાયરના સ્થાન અંગે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, તેણે પ્રેક્ટિસમાં સારી બેટિંગ કરી. સાઈ સુદર્શન નેટમાં પણ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રમ્યો અને સ્લિપમાં કેચિંગની પ્રેક્ટિસ પણ કરી હતી. ભારતીય ટીમ કરૂણ નાયરના સ્થાને નંબર ત્રણ પર સાંઈ સુદર્શનને પણ તક આપી શકે છે.નીતિશ રેડ્ડી ભારત પરત ફર્યા પછી, યશસ્વી જયસ્વાલ પણ સ્લિપમાં કેચિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળીયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now