Home Sports Indias Star Cricketer Rinku Singh To Be Appointed District Basic Education Officer By Up Government

પહેલા છોકરી હવે નોકરી : યોગી સરકારની રિંકુ સિંહને મોટી ભેટ

પહેલા છોકરી હવે નોકરી
Published by: OBS Bureau
Last Updated: Jun 26, 2025, 12:36 PM IST

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિંકુ સિંહે પોતાની ટૂંકી કારકિર્દીમાં ઘણી મોટી ઓળખ બનાવી છે. રિંકુ સિંહનો જન્મ 12 ઓક્ટોબર 1997ના રોજ અલીગઢના એક સાધારણ પરિવારમાં થયો હતો. તેનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે, પરંતુ તેમણે પોતાની મહેનતના બળે ક્રિકેટની દુનિયામાં નામ કમાવ્યું છે. આવી સ્થિતિમાં યોગી સરકારે રિંકૂ સિંહને મોટી ભેટ આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરનાર રિંકૂ સિંહને સરકારી નોકરી આપવામાં આવી છે.
રિંકૂ સિંહને સરકારી નોકરી મળી
રિંકુ સિંહને બેસિક એજ્યુકેશન ઓફિસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક સીધી ભરતી નિયમો હેઠળ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકૂ સિંહ હવે શિક્ષણ ક્ષેત્રમાં પણ સેવા આપશે. આ સંદર્ભે બેઝિક એજ્યુકેશન (બેઝિક) ડિરેક્ટર દ્વારા એક પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે તે ટીમ ઈન્ડિયાનો પહેલો ખેલાડી નથી, આ પહેલા પણ ઘણા ક્રિકેટરોને સરકારી નોકરી મળી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now