Home Utilities Indias Most Expensive Vegetables Are Hop Shoots And Gucchi Mushroom Know Health Benefits And Secrets

Most Expensive Vegetable : ભારતની સૌથી મોંઘી શાકભાજી, જેની કિંમત સાંભળીને સોનું-ચાંદી પણ લાગશે સસ્તું! જાણો ખાસિયત?

Most Expensive Vegetable
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 10:40 AM IST

Most Expensive Vegetable: ભારતમાં શાકભાજીઓની વાત આવે તો, આપણે બટાકા, ડુંગળી કે ટામેટાના ભાવ વિશે વિચારીએ છીએ, પરંતુ દેશમાં એવી કેટલીક શાકભાજીઓ પણ છે, જેની કિંમત સાંભળીને સોના-ચાંદીના ભાવ પણ સસ્તા લાગે. આ શાકભાજીઓ માત્ર મોંઘી નથી, પરંતુ તેમની દુર્લભતા, ખેતીની મુશ્કેલી અને અદ્ભુત સ્વાસ્થ્ય લાભો તેમને વિશેષ બનાવે છે. આજે આપણે વાત કરીએ ભારતની બે સૌથી મોંઘી શાકભાજીઓ હોપ શૂટ્સ અને ગુચ્છી મશરૂમ વિશે. આ શાકભાજી માત્ર સ્વાદ જ નહીં, પણ કેન્સર અને ટીબી જેવી જીવલેણ બીમારીઓ સામે લડવાની તેની અદભૂત દવા કહી શકાય.

હોપ શૂટ્સ: વિશ્વની સૌથી મોંઘી ખેતીવાળી શાકભાજી

હોપ શૂટ્સને વિશ્વની સૌથી મોંઘી શાકભાજીઓમાંની એક માનવામાં આવે છે. ભારતીય બજારમાં તેની કિંમત 85,000થી 1 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. આ શાકભાજી મુખ્યત્વે બિહાર અને હિમાચલ પ્રદેશના મર્યાદિત વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. તેની ખેતી અત્યંત મુશ્કેલ છે કારણ કે છોડ હરોળમાં નથી ઉગતા, જેથી મશીનથી લણણી શક્ય નથી. ખેડૂતોને દરેક હોપ શૂટને હાથે શોધીને તોડવું પડે છે, જેમાં ઘણી મહેનત અને સમય લાગે છે.

હોપ શૂટ્સના અદ્ભુત આરોગ્ય લાભ

હોપ શૂટ્સની મોંઘાઈ પાછળ તેના સ્વાસ્થ્ય લાભો પણ મોટું કારણ છે. તેમાં હ્યુમુલોન અને લુપોલોન જેવા કુદરતી એસિડ હોય છે, જે કેન્સરની કોશિકાઓ સામે લડવામાં અને ટીબી જેવી ગંભીર બીમારીઓની સારવારમાં મદદરૂપ થઈ શકે છે તેવું વૈજ્ઞાનિકો માને છે.

ગુચ્છી મશરૂમ: કુદરતની દુર્લભ ભેટ

જો ખેતીવાળી શાકભાજીની વાત છોડીએ તો કુદરતી રીતે ઉગતી સૌથી મોંઘી શાકભાજી છે ગુચ્છી મશરૂમ. જમ્મુ-કાશ્મીર અને હિમાચલના ઊંડા જંગલોમાં મળતી આ મશરૂમની કિંમત 30,000થી 40,000 રૂપિયા પ્રતિ કિલો હોય છે. તેની ખેતી વૈજ્ઞાનિક રીતે હજુ શક્ય નથી બની, જેથી તે ખૂબ જ દુર્લભ છે.

ગુચ્છી કેવી રીતે ઉગે છે?

ગુચ્છી મશરૂમ ઠંડા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વાવાઝોડા પછી જ જમીનમાંથી બહાર આવે છે. સ્થાનિક લોકો જંગલોમાં કલાકો ભટકીને તેને શોધે છે, જે તેની દુર્લભતા વધારે છે. આ મશરૂમમાં પ્રોટીન, એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. તે હૃદય રોગ, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેને કુદરતી મલ્ટી-વિટામિન પણ કહેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ

ભારતીય ગુચ્છી મશરૂમની માંગ અમેરિકા, ફ્રાન્સ, ઈટાલી અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ છે. લક્ઝરી હોટલો અને સેલિબ્રિટીઝની પસંદગીની વાનગીઓમાં તેનો સમાવેશ થાય છે. સુકવીને સાચવી શકાય તેવી આ મશરૂમ ઓફ-સીઝનમાં વધુ મોંઘી થઈ જાય છે. આ બે શાકભાજીઓ ભારતની કુદરતી અને ખેતીની વિવિધતાનું પ્રતીક છે, જે સ્વાદ સાથે આરોગ્યના ખજાના પણ છે. જોકે, તેમની મોંઘાઈ તેમને સામાન્ય લોકોની પહોંચથી દૂર રાખે છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now