Home International Indias Got Latent Controversy Ranveer Allahbadia Lost More Than 8000 Followers On Social Media

એક ભૂલ રણવીરને પડી ભારે : અસર ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર પણ થઈ

એક ભૂલ રણવીરને પડી ભારે
Published by: OBS Bureau
Last Updated: Feb 12, 2025, 07:01 AM IST

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટન્ટ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મુશ્કેલી વધી રહી છે. તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ તેમની સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. હવે રણવીરને વધુ એક ઝટકો લાગ્યો છે. હકીકતમાં, આ વિવાદ પછી તેણે સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ઘટવા લાગ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર રણવીર અલાહાબાદિયાના ફોલોઅર્સ
ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ, કોરુઝના અહેવાલ મુજબ, રણવીર અલાહાબાદિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લગભગ 4153 ફોલોઅર્સ ઓછા થઈ ગયા છે. એટલું જ નહીં, તેમના બીજા એકાઉન્ટ 'બીયરબાઇસેપ્સ'ના પણ 4205 ફોલોઅર્સ ઘટી ગયા છે.

બ્રાન્ડ ડીલ્સ પણ ગુમાવી શકે છે
અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે રણવીર યુટ્યૂબ સબ્સ્ક્રાઇબર્સ પણ ગુમાવે તેવી શક્યતા છે અને વિવાદ તેની બ્રાન્ડ ડીલને પણ અસર કરી શકે છે. અગાઉ, યુટ્યુબરે સ્પોટિફાઇ, માઉન્ટેન ડ્યૂ, એમેઝોન પ્રાઇમ વીડિયો, ઈન્ટેલ અને વાહ સ્કિન સાયન્સ જેવી બ્રાન્ડ્સ સાથે ટાઈઅપ કર્યું હતુ્ં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક