Home International Indias Gdp Growth Rate 78 Percent Trumps Tariff Terror Has No Impact On Indias Gdp

ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા : ટ્રમ્પના ટેરિફની ભારતના GDP પર નહિવત અસર

ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા
Published by: OBS Bureau
Last Updated: Aug 30, 2025, 04:31 AM IST

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં ભારત સહિત દુનિયાના 200 દેશો પર જંગી ટેરિફ લાદવાની ધમકી આપી હતી અને ભારતીય અર્થતંત્રને 'ડેડ ઈકોનોમી' ગણાવ્યું હતું. તેમ છતાં ભારતે ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં 7.8% જીડીપી વૃદ્ધિ નોંધાવી છે, જે 6.7%ના અંદાજ કરતાં વધુ છે. આ વૃદ્ધિ છેલ્લા પાંચ ત્રિમાસિકમાં સૌથી ઝડપી રહી છે.

GDPના આંકડા

  • નાણાકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી રૂ. 47.98 લાખ કરોડ રહ્યો, જે ગયા વર્ષે રૂ. 44.42 લાખ કરોડ હતો.

  • નોમિનલ જીડીપી 2025-26ના પહેલા ત્રિમાસિકમાં રૂ. 86.05 લાખ કરોડ, જ્યારે ગયા વર્ષે 79.08 લાખ કરોડ રહ્યો હતો. આ પ્રમાણે 8.8% વૃદ્ધિ નોંધાઈ.

  • ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ 7.4% હતી.

સેક્ટરવાઇઝ વૃદ્ધિ

  • કૃષિ અને સંબંધિત ક્ષેત્રો: 3.7% (ગયા વર્ષે 1.5%).

  • મેન્યુફેક્ચરિંગ: 7.7%.

  • ઉત્પાદન: 7.6%.

  • ખાણ ક્ષેત્ર: -3.1% (ઘટાડો).

  • વીજળી, ગેસ, પાણી પુરવઠા: 0.5%.

  • સેવા ક્ષેત્ર: 7.6% વૃદ્ધિ, જેના કારણે કુલ અર્થતંત્રને મોટો ટેકો મળ્યો.

ટેરિફ અને ભારતની પ્રતિક્રિયા
ટ્રમ્પે 2 એપ્રિલે લિબરેશન ડે પર ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. 9 એપ્રિલથી લાગુ થનાર આ ટેરિફની ડેડલાઈન વારંવાર લંબાવીને અંતે 7 ઑગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાગુ કરાયો હતો, જેને વધારીને 27 ઑગસ્ટથી 50% સુધી લઈ જવાયો છે.

તે છતાં, ટ્રમ્પના નિવેદનો અને ટેરિફના આંચકાઓ વચ્ચે પણ ભારતે મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે વૃદ્ધિ વધુ રહી છે — 2024-25ના સમાન સમયમાં વૃદ્ધિદર 6.5% હતો, જ્યારે આ વર્ષે 7.8% નોંધાયો છે.

ચીનની સરખામણીમાં પણ ભારત આગળ રહ્યું છે — એપ્રિલ-જૂન 2025માં ચીનનો જીડીપી વૃદ્ધિદર 5.2% રહ્યો હતો, જ્યારે ભારત દુનિયાનો સૌથી ઝડપી વિકસતો અર્થતંત્ર સાબિત થયું છે.

સરકારી ખર્ચ, સેવા ક્ષેત્રની તેજી અને સતત રોકાણને કારણે ભારતનું અર્થતંત્ર નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!