Home International Indians In Middle East Population Data And Security Concerns

મિડલ ઈસ્ટમાં કેટલા ભારતીયોનો વસવાટ? : જાણો કયા છે સૌથી વધુ ભારતીયો?

મિડલ ઈસ્ટમાં કેટલા ભારતીયોનો વસવાટ?
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 11:30 PM IST

મિડિલ ઈસ્ટમાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે ત્યાં વસતા લાખો ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે. ઈરાન અને ઈઝરાઈલ વચ્ચેના સંઘર્ષની અસર ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો પર પડી શકે તેમ છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, મિડિલ ઈસ્ટના વિવિધ દેશોમાં લાખો ભારતીયો નોકરી અને વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે.

કયા દેશમાં કેટલા ભારતીયો? (Overseas Indians Data)

વિદેશ મંત્રાલયના આંકડા મુજબ, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ભારતીયોની સંખ્યા સૌથી વધારે છે. વિવિધ દેશોમાં ભારતીય નાગરિકોની સંખ્યા નીચે મુજબ છે:

દેશ

ભારતીય નાગરિકોની સંખ્યા

સંયુક્ત આરબ અમીરાત (UAE)

35,54,274

સૌદી અરેબિયા

24,60,603

કુવૈત

9,93,284

કતાર

8,35,175

ઓમાન

6,84,771

બહેરીન

3,23,908

તણાવગ્રસ્ત વિસ્તારોમાં ભારતીયો:

સીધા સંઘર્ષ હેઠળના દેશોમાં પણ ભારતીયોની નોંધપાત્ર હાજરી છે. ઇઝરાયેલમાં અંદાજે 20,000, ઇરાકમાં 17,100, જોર્ડનમાં 16,897 અને ઇરાનમાં 10,320 ભારતીયો વસે છે. આ ઉપરાંત લેબનોનમાં 3,000 અને ઇજિપ્તમાં 3,141 ભારતીયો નોંધાયેલા છે.

ભારત માટે આ વિસ્તારનું મહત્વ

મિડિલ ઈસ્ટમાં અસ્થિરતા ભારત માટે ત્રણ મુખ્ય કારણોસર ચિંતાનો વિષય છે:

  1. ઊર્જા સુરક્ષા: ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઈલ સૌદી અરેબિયા, UAE અને ઈરાક જેવા દેશોમાંથી આયાત કરે છે. યુદ્ધની સ્થિતિમાં તેલ પુરવઠો ખોરવાતા ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે.

  2. રેમિટન્સ (Remittance): આ દેશોમાં કામ કરતા ભારતીયો દર વર્ષે મોટી રકમ ભારત મોકલે છે, જે ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

  3. વેપારી માર્ગો: ઓમાન અને UAE ના બંદરો ભારત માટે મહત્વના વેપારી માર્ગો છે. જો શિપિંગ પ્રભાવિત થાય તો નિકાસ અને આયાત પર મોટી અસર પડી શકે છે.

સુરક્ષા પડકારો અને એડવાઈઝરી

ઇઝરાયેલ, ઇરાક અને ઇરાન જેવા દેશોમાં સીધો સૈન્ય તણાવ હોવાથી ત્યાં રહેતા ભારતીયો માટે સુરક્ષા જોખમમાં છે. હવાઈ હુમલા કે મિસાઈલ હુમલાના કિસ્સામાં એરપોર્ટ બંધ થવા અને અવરજવર રોકાઈ જવાનો ભય રહે છે.

ભારત સરકારનું પગલું:

ભારત સરકારે ઈરાન, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને UAE સહિતના દેશોમાં વસતા ભારતીયો માટે એડવાઈઝરી (Advisory) જારી કરી છે. નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now