Home Sports Indian Teams Dominance In T20 Cricket An Unbeatable Journey From 2023 To 2025

T20 ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો! : 2023 થી 2025 સુધીની અજેય સફર

T20 ક્રિકેટમાં ભારતીય ટીમનો દબદબો!
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 08:18 AM IST

Indian team's dominance in T20 cricket: ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લા બે વર્ષ T20I ફોર્મેટમાં સુવર્ણ અક્ષરે લખાય તેવા રહ્યા છે. આયર્લેન્ડના પ્રવાસથી શરૂ થયેલો વિજય રથ આજે સાઉથ આફ્રિકા સામેની હોમ સીરિઝ સુધી સતત ચાલુ રહ્યું છે. રોહિત શર્મા અને ત્યારબાદ હાર્દિક પંડ્યા તેમજ સૂર્યકુમાર યાદવના કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયાએ વિશ્વ ક્રિકેટ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.

2023: મજબૂત પાયાની શરૂઆત

વર્ષ 2023 માં ભારતની યુવા ટીમે વિદેશી ધરતી અને ઘરઆંગણે શાનદાર દેખાવ કર્યો હતો:

આયર્લેન્ડ પ્રવાસ: ભારત 3 મેચની સીરિઝ 2-0 થી જીત્યું.

ઓસ્ટ્રેલિયા સામે હોમ સીરિઝ: વર્લ્ડકપ 2023 પછી રમાયેલી 5 મેચની સીરિઝમાં ભારતે કાંગારૂઓને 4-1 થી હરાવી.

સાઉથ આફ્રિકા પ્રવાસ: સાઉથ આફ્રિકા સામેની 3 મેચની સીરિઝ 1-1 થી ડ્રો રહી હતી.

2024: વિશ્વ વિજેતા બનવાનું વર્ષ

2024 ના વર્ષમાં ભારતે સાબિત કર્યું કે, તેઓ કેમ દુનિયાની નંબર 1 ટીમ છે.

અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ: વર્ષની શરૂઆતમાં અફઘાનિસ્તાનને 3-0 થી હરાવ્યું.

T20 વર્લ્ડ કપ 2024: ભારતીય ક્રિકેટ ઈતિહાસનું સૌથી યાદગાર પ્રકરણ. સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વગર ભારતે વર્લ્ડકપ ટ્રોફી જીતી.

ઝિમ્બાબ્વે અને શ્રીલંકા પ્રવાસ: ઝિમ્બાબ્વેને 4-1 થી અને શ્રીલંકાને તેમના જ ઘરમાં 3-0 થી હરાવીને સીરિઝ જીતી.

બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા: ઘરઆંગણે બાંગ્લાદેશને 3-0 થી વ્હાઇટવોશ આપ્યો અને સાઉથ આફ્રિકામાં જઈને 4 મેચની સીરિઝ 3-1 થી કબજે કરી.

2025

નવા વર્ષમાં પણ ભારતની વિજયી લય જળવાઈ રહી છે:

ઇંગ્લેન્ડ સામે જીત: વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની મજબૂત ટીમને 5 મેચની સીરિઝમાં 4-1 થી પછાડી.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ: ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 5 મેચની સીરિઝમાં ભારતે શાનદાર રીતે 2-1 થી જીત મેળવી.

સાઉથ આફ્રિકા સામે હાલની સીરિઝ: હાલમાં રમાઈ રહેલી 5 મેચની સીરિઝમાં ભારત 2-1 થી આગળ છે. ચોથી મેચ ધુમ્મસને કારણે રદ થતા ભારત આ સીરિઝમાં પણ હારશે નહીં તે નિશ્ચિત છે.

વિરોધી ટીમ

વર્ષ

રીઝલ્ટ

સ્કોર

આયર્લેન્ડ

2023

વિજેતા

2-0

ઓસ્ટ્રેલિયા

2023

વિજેતા

4-1

સાઉથ આફ્રિકા

2023

ડ્રો

1-1

અફઘાનિસ્તાન

2024

વિજેતા

3-0

T20 વર્લ્ડકપ

2024

ચેમ્પિયન

અજેય

ઝિમ્બાબ્વે

2024

વિજેતા

4-1

શ્રીલંકા

2024

વિજેતા

3-0

બાંગ્લાદેશ

2024

વિજેતા

3-0

સાઉથ આફ્રિકા

2024

વિજેતા

3-1

ઇંગ્લેન્ડ

2025

વિજેતા

4-1

ઓસ્ટ્રેલિયા

2025

વિજેતા

2-1

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now