Home International Indian Student Saketh Sreenivasaiah Found Dead After 6 Days

અમેરિકામાં ભારતીય એન્જિનિયરનો મૃતદેહ મળ્યો : 6 દિવસ પહેલા થયો હતો ગાયબ

અમેરિકામાં ભારતીય એન્જિનિયરનો મૃતદેહ મળ્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2026, 04:53 AM IST

અમેરિકાના કેલિફોર્નિયામાં ભણતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા લગભગ 6 દિવસથી ગાયબ હતો અને હવે તેનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકના રહેવાસી સાકેત શ્રીનિવાસૈયા, કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલેમાં કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને 9 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયો હતો.

આ મામલે વાણિજ્ય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે અમને ખૂબ દુખ છે કે લોકલ પોલીસે ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળ્યાની પુષ્ટિ આપી દીધી છે. આ ખૂબ જ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રતિ સંવેદના વ્યક્ત કરીએ છીએ.

વાણિજ્ય દૂતાવાસ પરિવારને જરૂરી તમામ મદદ કરવા માટે તૈયાર છે, જેમાં સ્થાનિક અધિકારીઓ સાથે સમન્વય અને પાર્થિવ શરીરને ઝડપથી ભારત મોકલવાની વ્યવસ્થા છે. અમારા કાઉન્સલર અધિકારી પરિવાર સાથે સીધા સંર્પકમાં છે અને તમામ જરૂરી ઔપચારિકતાઓ અને સેવાઓમાં તેમનો સહોયગ કરશે.

IIT મદ્રાસથી કર્યો હતો અભ્યાસ

તમને જણાવી દઈએ કે, સાકેત શ્રીનિવાસૈયા IIT મદ્રાસનો પૂર્વ વિદ્યાર્થી હતો અને બર્કલેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતો હતો. તેને બેંગલુરુના શ્રી વાણી એજ્યુકેશન સેન્ટરથી અભ્યાસ કર્યો હતો. તેની હાઇટ 6 ફૂટ 1 ઇંચ, વજન લગભગ 160 પાઉન્ડ, નાના કાળા વાળ અને ભૂરી આંખો કહેવાઈ રહી છે. શ્રીનિવાસૈયા એવા છ લોકોમાંના એક હતો જેની પાસે હાઇપરલૂપ માટે માઇક્રોચેનલ કૂલિંગ સિસ્ટમ અને તેની પદ્ધતિના વિકાસ માટે પેટન્ટ હતી.

9 ફેબ્રુઆરીથી હતો ગાયબ

તમને જણાવી દઈએ કે સાકેત 9 ફેબ્રુઆરીથી ગાયબ હતો. તે છેલ્લી વખત બર્કલે હિલ્સ વિસ્તારમાં આવેલી અંજા લેક પાસે દેખાયો હતો. આ ઘટના વિશે સૂચના મળતા જ પોલીસ તેની શોધખોળ માટે લાગી ગઈ અને લગભગ 6 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now