પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાન 24-25 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાં તેના દરિયાઈ વિસ્તારમાં કરાચી કિનારે સપાટીથી સપાટી પર માર કરનાર મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાને આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
પાકિસ્તાને અરબી સમુદ્ર પર નો-ફ્લાય ઝોન પણ જાહેર કર્યો છે. પાકિસ્તાન કરાચી નજીક અરબી સમુદ્રમાં સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં મિસાઈલનું પરીક્ષણ કરશે. જ્યારે, ભારતીય સુરક્ષા એજન્સીઓ આ પરીક્ષણ પર ચાંપતી નજર રાખી રહી છે. પાકિસ્તાને તેની એરફોર્સને સુરક્ષા એલર્ટ પર મૂકી દીધી છે.
ભારતીય વિમાનોની અવરજવર પર નજર રાખશે. CCSમાં ભારતે 5 મોટા પગલાં લીધા બાદ પાકિસ્તાન એક્શનમાં આવ્યું છે. દરમિયાન પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં છે. મુંબઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઉપરાંત અનંતનાગ પોલીસે પહેલગામ આતંકી હુમલાના આરોપીઓ વિશે માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આતંકીઓની ઓળખ આદિલ હુસૈન ઠોકર, અલી ભાઈ અને હાશિમ મુસા તરીકે થઈ હતી.
આજે 3 જુલાઈ: આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, જાણો આજના દિવસની મહત્વપૂર્ણ ઘટના






