Home National Indian Parliament Weekend Holiday Finance Bill Capf Bill News

સંસદની કાર્યવાહીમાં ફેરફાર : સાંસદોની વિનંતી પર લેવાયો મહત્વનો નિર્ણય

Indian Parliament weekend holiday
Published by: Vishal Dave
Last Updated: Mar 25, 2026, 04:57 PM IST

ભારતીય સંસદના આગામી શિડ્યુલમાં મહત્વના ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ એવો પ્રસ્તાવ હતો કે આ શનિવાર અને રવિવારે સંસદમાં સરકારી કામકાજ ચાલુ રાખવામાં આવશે, પરંતુ હવે તમામ પક્ષોની સહમતીથી આ પ્રસ્તાવ રદ કરવામાં આવ્યો છે. સંસદીય કાર્યમંત્રી કિરેન રીજીજુએ માહિતી આપી છે કે આ વીકેન્ડ પર સંસદ કાર્યરત રહેશે નહીં. આ ઉપરાંત 26 March એટલે કે ગુરુવારે રામ નવમીના પવિત્ર પર્વ નિમિત્તે પણ રજા રાખવામાં આવી છે.

શુક્રવારે Finance Bill પર લાગશે મહોર

સામાન્ય રીતે શુક્રવારના દિવસે સંસદમાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે વિશેષ ફેરફાર હેઠળ શુક્રવારે Finance Bill પસાર કરવાની યોજના બનાવવામાં આવી છે. શનિવાર અને રવિવારે એટલે કે 28 અને 29 Marchના રોજ હંમેશાની જેમ રજા રહેશે. સરકારના આ નિર્ણયથી સાંસદોને રાહત મળી છે કારણ કે તેઓ પોતાના વિસ્તારમાં જઈ શકશે.

31 Marchના રોજ પણ રજા અને આગામી કામકાજ

કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ સ્પષ્ટ કર્યું છે કે 30 Marchથી સંસદની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે. 31 Marchના રોજ મહાવીર જયંતી હોવાથી તે દિવસે પણ રજા રહેશે. ત્યારબાદ 1 અથવા 2 Aprilના રોજ રાજ્યસભામાં CAPF Bill પર વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. આ મહત્વના બિલ પર ચર્ચા કરવા માટે અંદાજે 08 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

તહેવારો અને જનસંપર્ક માટે લેવાયો નિર્ણય

સંસદ સભ્યોએ રજૂઆત કરી હતી કે 26 Marchના રોજ રામ નવમી અને 31 Marchના રોજ મહાવીર જયંતી હોવાથી તેઓને પોતપોતાના મતવિસ્તારની જનતા સાથે આ ઉત્સવોમાં સામેલ થવું અનિવાર્ય છે. આ રજૂઆતને ધ્યાને રાખીને જ વીકેન્ડમાં ગૃહ ચલાવવાનો અગાઉનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યસભામાં હવે CAPF Bill પરની ચર્ચા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
દિલ્હી વિધાનસભામાં ફરી બોમ્બની ધમકી
UCC Bill Pass at Gujarat
Delhi Crime Branch નો મોટો સપાટો!