અમેરિકાથી ખુબ જ ચોંકાવનારા સમાચાર આવ્યા. બાળકોની મુલાકાત લેતા ભારતીય માતા-પિતાને એરપોર્ટ પર પ્રવેશવાની મંજૂરી આપવામાં ના આવી અને તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા. M9ના અહેવાલ મુજબ આ ઘટના નેવાર્ક એરપોર્ટની છે. જ્યાં ભારતીય માતા-પિતા B-1/B-2 વિઝા પર અમેરિકા પહોંચ્યા હતા. પરંતુ તેમને પ્રવેશવા ના દિધા. કારણ કે તેમણે રિટર્ન ફ્લાઈટ બુક કરાવી નહોતી. માતાપિતા પાંચ મહિના માટે તેમના બાળકો સાથે અમેરિકામાં રહેવાના પ્લાન સાથે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પોર્ટ ઓફ એન્ટ્રી પરના ઈમિગ્રેશન અધિકારીએ તેમને જણાવ્યું કે 2025ના નવા નિયમો હેઠળ રિટર્ન ટિકિટ હવે ફરજિયાત છે. તેમના જણાવ્યા છતાં માતાપિતાને એરપોર્ટથી સીધા જ ભારત પરત મોકલવામાં આવ્યા હતા.
ઈમિગ્રેશન ઓફિસરે શું કહ્યું?
સમગ્ર મામલે ઈમિગ્રેશન ઓફિસરે કહ્યું કે 2025ના નવા નિયમો અનુસાર વિઝિટર્સે હવે રિટર્ન ટિકિટ સાથે યુએસ આવવું પડશે. પોર્ટ ઓફ એન્ટ્રીના ફેરફારો વિષયે જાણ કરવામાં આવી હતી, પરંતુ શું બદલાયું છે અથવા નજીકના ભવિષ્યમાં શું બદલાઈ શકે છે તે વિષયે કોઈ પૂર્વ સૂચના અથવા સમજૂતી આપવામાં આવી નથી.
ઈંધણના વધતા ભાવ વચ્ચે Spirit Airlinesનો મોટો નિર્ણય: તમામ ફ્લાટ્સ રદ કરી કામગીરી કરાઈ બંધ, વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું






