ભારતીય વાયુસેનાનું PC-7 Pilatus બેઝિક ટ્રેનર વિમાન ક્રેશ થયું છે. વિમાન તાલીમ ઉડાન પર હતું અને ચેન્નાઈના તાંબરમ નજીક ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. ઘટનાના કારણની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારતીય વાયુસેનાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેઝિક ટ્રેનર વિમાન, નિયમિત તાલીમ મિશન પર હતું, તે ચેન્નાઈના તાંબરમ નજીક ક્રેશ થયું. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો. કારણ નક્કી કરવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે."




















