Home Sports India Vs South Africa 1st T20 Match Result Cuttack Hardik Pandya Jasprit Bumrah Record

ભારતે કટકમાં રચ્યો ઈતિહાસ : પ્રથમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 101 રને હરાવ્યું, બુમરાહની વિકેટોની સદી અને હાર્દિકનું તોફાન

ભારતે કટકમાં રચ્યો ઈતિહાસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 09:29 AM IST

કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતે 5 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનસી હેઠળ ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ઇતિહાસ બદલી નાખ્યો છે કારણ કે અત્યાર સુધી ભારત ક્યારેય કટકમાં દક્ષિણ આફ્રિકા સામે જીતી શક્યું ન હતું. અગાઉની બંને મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે ભારતીય બોલરો અને હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગે ટીમને યાદગાર વિજય અપાવ્યો છે.

હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ

ભારતીય ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી પરંતુ શરૂઆત સારી રહી ન હતી. શુભમન ગિલ, અભિષેક શર્મા અને ખુદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. એક સમયે ટીમનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટે માત્ર 80 રન હતો. જોકે મુશ્કેલ સમયમાં હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી લીધી હતી. હાર્દિકે માત્ર 28 બોલમાં અણનમ 59 રન ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેની આ તોફાની બેટિંગને કારણે ભારતે છેલ્લી 8 ઓવરમાં 95 રન બનાવ્યા હતા અને ટીમનો કુલ સ્કોર 175 સુધી પહોંચાડ્યો હતો.

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ

આ મેચ ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ માટે ખૂબ જ ખાસ બની રહી હતી. બુમરાહે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. અર્શદીપ સિંહ બાદ આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપ સિંહના નામે અત્યારે 107 વિકેટ છે. બુમરાહે આ રેકોર્ડ પોતાની 78મી ઈનિંગમાં નોંધાવ્યો છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા પણ હવે વિકેટોની સદી પૂરી કરવાથી માત્ર એક ડગલું દૂર છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ ઘૂંટણીયે પડી

જીતવા માટે 176 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમનું ખાતું પણ ખૂલ્યું ન હતું ત્યાં ઓપનર ક્વિન્ટન ડિકોક પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ભારતીય બોલરોની શિસ્તબદ્ધ બોલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો ટકી શક્યા ન હતા અને આખી ટીમ માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવાલ્ડ બ્રેવિસે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા જ્યારે ટીમના માત્ર ચાર ખેલાડીઓ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે બે વિકેટ ઝડપી હતી જ્યારે હાર્દિક અને શિવમ દુબેને એક એક સફળતા મળી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now