Home Automobile India Us Trade Deal Import Duty On Premium Bikes Will Be Abolished

India-US ટ્રેડ ડીલ; પ્રીમિયમ બાઇક્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી થશે નાબૂદ! : હવે '0' ટેક્સમાં મળશે હાર્લી ડેવિડસન જેવી બાઇક્સ!

India-US ટ્રેડ ડીલ; પ્રીમિયમ બાઇક્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી થશે નાબૂદ!
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 09:16 AM IST

Indian US Deal : ભારત અને અમેરિકા (દિલ્હી અને વોશિંગ્ટન) વચ્ચે લાંબી વાટાઘાટો બાદ એક ઐતિહાસિક વચગાળાનો વેપાર કરાર (Interim Trade Deal) ફાઇનલ કરવામાં આવ્યો છે. આ કરારની સૌથી મોટી અસર ઓટોમોબાઇલ સેક્ટર પર જોવા મળશે, ખાસ કરીને વિદેશથી આયાત થતી મોંઘી બાઇક્સ અને લક્ઝરી કારના શોખીનો માટે આ એક મોટા સમાચાર છે.

મોટી બાઇક્સ પર '0' ડ્યુટી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ભારત પાસે આયાત જકાત ઘટાડવાની માંગ કરી રહ્યા હતા. આ નવા કરાર મુજબ, 800cc થી 1600cc એન્જિન ક્ષમતા ધરાવતી મોટી બાઇક પર હવે આયાત જકાત (Import Duty) સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. એટલે કે, હવે આ બાઇક્સ પર 0% ડ્યુટી લાગશે, જેનાથી તેની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળશે.

કિંમતોમાં કેવો ફેરફાર થશે?

અત્યાર સુધી ભારત સરકાર આવી પ્રીમિયમ બાઇક્સ પર કુલ 44% ટેક્સ વસૂલતી હતી (40% બેઝિક કસ્ટમ ડ્યુટી + 4% સોશિયલ વેલફેર સરચાર્જ). આ ટેક્સ નાબૂદ થવાથી હાર્લી ડેવિડસન (Harley Davidson) અને ઇન્ડિયન મોટરસાઇકલ (Indian Motorcycle) જેવી બ્રાન્ડ્સના ભાવમાં લાખો રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. જોકે, નવી કિંમતો અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કંપનીઓ દ્વારા કરવામાં આવશે.

હીરો-હાર્લી પાર્ટનરશિપ પર અસર

એક મહત્વની વાત એ છે કે, આ ટેક્સ ઘટાડાનો ફાયદો હીરો મોટોકોર્પ અને હાર્લીના સંયુક્ત સાહસ હેઠળ બનતી 'Harley Davidson X440' જેવી બાઇક્સને નહીં મળે. કારણ કે, આ બાઇક્સ ભારતમાં જ (રાજસ્થાનના નીમરાના પ્લાન્ટમાં) બને છે અને તે 800cc કરતાં ઓછી ક્ષમતા ધરાવે છે. આ છૂટ માત્ર સીધી આયાત (CBU) થતી મોટી બાઇક્સ માટે જ છે.

લક્ઝરી કાર માટે 10 વર્ષનો રોડમેપ

સરકારે કારના સેક્ટરમાં વધુ સંતુલિત અભિગમ અપનાવ્યો છે. 3000cc થી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી પેટ્રોલ અને ડીઝલ કારો પરનો ટેક્સ આગામી 10 વર્ષમાં ઘટાડીને 30% સુધી લાવવામાં આવશે. આ પગલાથી વિદેશી કંપનીઓને ભારતમાં આયાત કરવાનું આયોજન કરવામાં સરળતા રહેશે, સાથે જ સ્થાનિક ઉત્પાદકો પર અચાનક દબાણ પણ નહીં આવે.

EV સેક્ટરને કેમ બાકાત રાખ્યું?

નોંધપાત્ર વાત એ છે કે, આ કરારમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) ને કોઈ રાહત આપવામાં આવી નથી. ભારત સરકાર ટાટા અને મહિન્દ્રા જેવી સ્થાનિક કંપનીઓને સુરક્ષિત રાખવા માંગે છે. જો ટેસ્લા (Tesla) જેવી કંપનીઓને આયાત જકાતમાં મોટી છૂટ આપવામાં આવે, તો સ્થાનિક EV માર્કેટ પર વિદેશી કંપનીઓનો પ્રભાવ વધી શકે છે, જે હાલ સરકાર ઈચ્છતી નથી.

બજાર પર થનારી અસર

ભારતીય બજારમાં વાર્ષિક 2 કરોડથી વધુ ટુ-વ્હીલર વેચાય છે, જેમાં મોટાભાગે 110-250cc ની બાઇક્સ હોય છે. પ્રીમિયમ બાઇક્સનું વેચાણ હાલ ખૂબ જ ઓછું છે (છેલ્લા 9 મહિનામાં હાર્લીની માત્ર 187 આયાતી બાઇક વેચાઈ). ટેક્સ નાબૂદ થવાથી આ સેગમેન્ટમાં માર્કૅટ વધવાની પૂરી શક્યતા છે અને શોરૂમમાં ગ્રાહકોની અવરજવર વધશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
₹6 લાખથી ઓછી કિંમત અને 6 એરબેગ્સ સાથે આવતી આ 5 કાર!
નવી Tata Altroz iCNG ખરીદતા પહેલા તેનો રિવ્યૂ જાણો
નવા ફિચર્સ સાથે લોન્ચ થઈ Royal Enfield Guerrilla 450!
Royal Enfield Hunter 350 હવે નવા 'Konyak' સ્ક્રેમ્બલર લુકમાં!
કારના આ 4 સેન્સર કેમ જલ્દી બગડી જાય છે?