Home International India Us Trade Deal Diamonds Pharma Fruits Among Many Products Under Zero Tariff

દવા, ડાયમંડ, મસાલા... : આ ચીજો પર US માં 0% ટેરિફ, ટ્રેડ ડીલ પર બોલ્યા પિયુષ ગોયલ

દવા, ડાયમંડ, મસાલા...
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 10:30 AM IST

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ફાઇનલ ડીલનું માળખું જાહેર કર્યા બાદ વાણિજ્ય અને ઉધ્યોગ મંત્રીએ શનિવારે તે પ્રોડક્ટ વિશે માહિતી આપી કે જેમના પર અમેરિકાએ 0 ટેરિફ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતે અમેરિકાને કોઈ પણ એગ્રી અને ડેરી પ્રોડક્ટ્સ પર છૂટ આપી નથી.

તેમણે કહ્યું કે અમેરિકા ઘણી બધી ચીજો પર ભારત માટે '0' ડ્યૂટી લગાવી રહ્યું છે, જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર ચીજો, દવાઓ અને અન્ય ચીજો સામેલ છે.

0 % ટેરિફ વાળી ચીજો

  • જેમ્સ એન્ડ ડાયમંડ, ફાર્મા, સ્માર્ટફોન્સ, સ્પાઇસેઝ, ચા-કોફી, કોકોનટ ઓઇલ, વેજીટેબલ ઓઇલ, કેસ્યુ નટ્સ, મસાલા, ઘણા ફળો અને શાકભાજીઓ.

  • કેળાં, સફરજન, ખાંડ, પાઇનએપ્પલ, મસરુમ, વનસ્પતિ મૂળ, કોકા અને કોકા ઉત્પાદનો, જામફળ જેવા પ્રોસેસ્ડ ફળો

  • એરક્રાફ્ટના પાર્ટ્સ, મશીનરી પાર્ટ, ફાર્મા ચીજો, જેમ્સ એન્ડ ડાયમંડ્સ, કોઇન્સ પ્લેટિનમ, ઇસેશિયલ ઓઇલ, એલ્યુમિનિયમ પાર્ટ. જિંક ઓક્સાઈડ, મિનરલ્સ અને નેચરલ ચીજો જેમ કે રબર વગેરે.

કૃષિ અને ડેરી પર કોઈ છૂટ નહિ

ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે આપણે અમેરિકાને ડેરીના કોઈ પણ પ્રોડક્ટ્સ પર છૂટ નથી આપી. સાથે જ એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ છૂટ નથી આપી, જે આપણા ખેડૂતના હિતોને નુકસાન પહોંચાડે છે. તમને મીટ, ખાંડ, પોલ્ટ્રી, ડેરી, સોયાબીન, મકાઇ, ચોખા, ઘઉ, જૂઆર, બાજરા, રાગી, અમરનાથ, ફળ, ગ્રીન ટી, કોકા, ચણા, એનિમલ સીડ્સ પ્રોડક્ટ્સ, નોન-આલ્કોહોલિક ચીજો, ઇથેનોલ, તંબાકુ આ તમામ ચીજો પર કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં નથી આવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now