ભારતીય વાયુસેના (IAF)ને વધુ મજબૂત બનાવવાના પ્રયાસોમાં કેન્દ્ર સરકારે 97 નવા LCA Mark-1A તેજસ ફાઇટર જેટની ખરીદી માટે 62 હજાર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ નિર્ણયને કારણે પાકિસ્તાન માટે વધુ એક ઝટકો માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારતે તાજેતરમાં "ઓપરેશન સિંદૂર" દ્વારા પોતાની રણનીતિક ક્ષમતા દર્શાવી છે.
HAL કરશે નિર્માણ
આ તમામ ફાઇટર જેટનું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવશે. આ LCA Mark-1A વિમાનો માટેનો બીજો ઓર્ડર છે. અગાઉ સરકારે 83 LCA તેજસના ઓર્ડર માટે લગભગ 48 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
મિગ-21નું સ્થાન લેશે તેજસ
IAF આગામી અઠવાડિયામાં મિગ-21ને સંપૂર્ણપણે સેવામાંથી નિવૃત્ત કરવાની તૈયારીમાં છે. નવા તેજસ ફાઇટર જેટ મિગ-21નું સ્થાન લેશે.
પ્રથમ મિગ-21 1963માં ભારતીય વાયુસેનામાં સામેલ થયું હતુ.
19 સપ્ટેમ્બર 2025ના રોજ ચંદીગઢ એરબેઝ પર ખાસ સમારોહમાં મિગ-21ને સત્તાવાર વિદાય આપવામાં આવશે.
LCA Mark-1Aની ખાસિયતો
આધુનિક એવિઓનિક્સ અને રડાર ટેકનોલોજી.
વધુ ફાયરપાવર.
65% કરતાં વધુ ભાગો સ્વદેશી.
ભારતને સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીકલ સ્વનિર્ભરતા તરફ આગળ વધારશે.
ભવિષ્યની યોજનાઓ
રિપોર્ટ્સ મુજબ, HALને આગામી સમયમાં 200થી વધુ LCA Mark-2 અને એટલી જ સંખ્યામાં પાંચમી પેઢીના અદ્યતન ફાઇટર જેટ્સના કરારો મળી શકે છે. આ પગલાં ભારતને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે.

_e6d37ff1-3123-4a6e-bcae-875feee05706.jpg)




