Home International India Stops Water From Baglihar Dam Built On Chinab River In Jammu And Kashmir Amid Pahelgam Atatck

ભારતનો નાપાક પર વધુ એક પ્રહાર! : ભારતે ચિનાબ નદી પર બાંધેલો બગલીહાર ડેમ બંધ કર્યો, આ નિર્ણય પાકિસ્તાન માટે સાબિત થશે ઘાતક!

ભારતનો નાપાક પર વધુ એક પ્રહાર!
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 03:13 AM IST

સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી ભારતે પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી કરી છે, ભારતે રવિવારે  ચિનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ અટકાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પહેલગામ આતંકવાદી હુમલાને પગલે લેવામાં આવ્યો છે. ભારતે આટલા વર્ષોમાં પહેલીવખત પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે સિંધુજળ સંધિ અટકાવી દીધી છે. પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુજળ સંધિ અટકાવવાનો નિર્ણય લીધો. જે બાદ ચેનાબ નદીમાં અચાનક પાણી છોડી દેતાં POKમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું..તેવામાં ભારત દ્વારા સિંધુજળ સંધિ રોકવામાં આવતાં પાકિસ્તાન હાંફળુંફાંફળું થયું છે. 

આતંકવાદનો જવાબ આપવા ભારતે જળસંધિને સ્થગિત કરી જે ભારતની સ્ટ્રેટેજીમાં ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે. કારણ કે અગાઉના સંઘર્ષો દરમિયાન સંધિ અકબંધ રહી હતી. પાકિસ્તાને આ કાર્યવાહીની નિંદા કરી છે, તેને "જળ યુદ્ધ" નું કૃત્ય ગણાવ્યું છે અને ભારતના નિર્ણયને પડકારવા માટે કાનૂની માર્ગો શોધી રહ્યું છે.

સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો અને બગલીહાર ડેમમાંથી પાણીના પ્રવાહને પ્રતિબંધિત કરવાનો ભારતનો નિર્ણયને એક બોલ્ડ દાવપેચ માનવામાં આવી રહ્યો છે.. સરહદ પાર આતંકવાદના જવાબદમાં ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું થઇને કોઇ મોટી ભૂલ કરે તેની જ રાહ જોવાઇ રહી છે તેવામાં ચેનાબ નદી પરના બગલીહાર ડેમમાંથી પાણીનો પ્રવાહ બંધ કરી દેવાની ઘટના પાકિસ્તાન માટે ખુબ જ ઘાતક સાબિત થવાની છે. ભારતે પહેલાથી સિંધુના પાણીની વિગતો પાકિસ્તાનને આપવાની બંધ કરી દીધી છે. આમ ભારત ઇચ્છે ત્યારે પાકિસ્તાનને તરસ્યું બનાવી શકે છે અને ભારત ઇચ્છે ત્યારે પાકિસ્તાનમાં પૂર લાવી શકે છે. 

ભારતે બગલીહાર ડેમના દરવાજા બંધ કરી દેતાં ચેનાબ નદીનો શાંત પ્રવાહ અચાનક બંધ થઈ ગયો. પહેલગામમાં થયેલા વિનાશક હુમલાના પ્રતિભાવમાં દાયકાઓ જૂની સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા પછી આ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે. ભારતનું પાણી પીને ભારત સામે આતંક ફેલાવતું પાકિસ્તાન હવે પાણીને લઇને અનિશ્ચિતતામાં ઘેરાઇ ગયું છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video