કાશ્મીર મુદ્દે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ફટકાર લગાવી છે. યુએનમાં શાંતિ જાળવણી મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ પછી ભારતે પાકિસ્તાનને અરીસો બતાવ્યો અને પાકિસ્તાનને આડેહાથ લીધું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશ પીએ પાકિસ્તાનને કહ્યું કે પાકિસ્તાન આપણા જમ્મુ અને કાશ્મીર પર વારંવાર પાયાવિહોણા અને બિનજરૂરી નિવેદનો આપે છે. આવા નિવેદનો ન તો તેના દાવાઓને સમર્થન આપે છે કે ન તો તેની આતંકવાદ ફેલાવવાની નીતિને સમર્થન આપે છે. ભારતીય રાજદૂતે વધુમાં કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. તેણે તે વિસ્તાર ખાલી કરવો પડશે.
પાકિસ્તાનને સલાહ આપતાં ભારતે કહ્યું કે પાકિસ્તાને સમજવું પડશે કે તે જ્યાં બેઠા છે તે વિસ્તાર ખાલી કરવો પડશે. તેણે પોતાની નાની વિચારસરણી અને દેશને વિભાજીત કરતી નીતિઓ છોડીને શાંતિ તરફ આગળ વધવું જોઈએ. જો પાકિસ્તાન શાંતિ ઈચ્છતું હોય તો તેણે પહેલા આતંકવાદ અને નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે.
યુએન જેવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરશો નહીં
ભારતીય રાજદૂતે વધુમાં કહ્યું કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ તેની જવાબદારી છે કે તે પહેલા આતંકવાદને ખતમ કરે અને શાંતિનું વાતાવરણ બનાવે. જેથી બંને દેશો ફરી વાતચીતના કરી શકે. આ સિવાય ભારતે પાકિસ્તાનને ક્ષુદ્ર રાજનીતિ માટે યુએન જેવા મંચનો ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી. અહીં આપણે શાંતિથી વાત કરવાની છે અને જૂના વિવાદોને જન્મ આપવાનો નથી.






