Home International India Protest Hormuz Attack Indian Vessels

વૈશ્વિક તણાવમાં વધ્યો, હોર્મુઝમાં ભારતીય જહાજો પર હુમલો : ભારતે ઈરાની રાજદૂત સમક્ષ વ્યક્ત કર્યો વિરોધ

હોર્મુઝ જળસંધિમાં જહાજો અને સુરક્ષા પેટ્રોલિંગ
Published by: Niraj Chokshi
Last Updated: Apr 19, 2026, 01:30 AM IST

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ભારતીય જહાજો પર ગોળીબાર થયાનાં અહેવાલો સામે આવ્યા છે. મધ્ય પૂર્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ હોર્મુઝ જળસંધિમાં ભારતીય જહાજો પર થયેલા હુમલાઓ બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને વેપાર અંગે ચિંતા વધી ગઈ છે. ગોળીબાર બાદ બંને ભારતીય જહાજોને હોર્મુઝમાં યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી. આ ઘટનામાં કોઈપણ જહાજને કોઈ ઈજા કે નુકસાન થયાના કોઈ અહેવાલ નથી.

2 ભારતીય જહાજો પર હુમલો

તાજેતરમાં હોર્મુઝ જળસંધિમાંથી પસાર થતા 2 ભારતીય જહાજો પર હુમલાના બનાવો સામે આવ્યા છે. જહાજોને નિશાન બનાવી હુમલો કરાયો છે. ઓમાનથી 37 કિલોમીટર ઉત્તરપૂર્વમાં ગનબોટ્સે ટેન્કર પાસે જવાનો પ્રયાસ કર્યો. જોકે, ટેન્કર અને ક્રૂ સુરક્ષિત છે અને અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ભારતનો કડક પ્રતિસાદ

ભારતે આ ઘટનાને લઈને તાત્કાલિક કાર્યવાહી કરી છે. સંબંધિત દેશો સમક્ષ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. જહાજો અને ક્રૂની સુરક્ષા માટે પગલાંની માંગ કરી છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદ્રી માર્ગોને સુરક્ષિત રાખવા અપીલ કરાઈ છે. ભારતનું કહેવું છે કે આવા હુમલાઓ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે ખતરનાક છે.

વૈશ્વિક પ્રતિક્રિયા

આ ઘટનાથી વૈશ્વિક તણાવ વધ્યો છે. અમેરિકાએ અને અન્ય દેશોએ ચિંતા આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સમુદ્રી સુરક્ષા વધારવાનો પ્રયાસ કરાયો છે. મધ્ય પૂર્વમાં વધતી અસ્થિરતા આ પરિસ્થિતિમાં કોઈ પણ નવો બનાવ કે સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.

ભારતને શું થશે અસર

ભારત મોટા ભાગનું તેલ મધ્ય પૂર્વમાંથી આયાત કરે છે. હોર્મુઝ માર્ગ ભારત માટે મહત્વપૂર્ણ વેપાર માર્ગ છે. ભારતીય નૌકાદળ માટે સુરક્ષા જવાબદારી વધી શકે છે. હોર્મુઝ જળસંધિમાં અસ્થિરતા સમગ્ર વિશ્વના વેપારને અસર કરી શકે છે. જેથી ભારતીય જહાજો અને નાગરિકોની સુરક્ષા મુખ્ય મુદ્દો છે. આવા બનાવો તેલના ભાવમાં વધારો પણ લાવી શકે છે.

હોર્મુઝ જળસંધિમાં ભારતીય જહાજો પર થયેલા હુમલાઓ બાદ ભારતનો કડક વિરોધ દર્શાવે છે કે દેશ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યો છે. આ ઘટના માત્ર એક હુમલો નહીં પરંતુ વૈશ્વિક સુરક્ષા અને વેપાર માટે ચેતવણી સમાન છે. આગામી દિવસોમાં ભારત અને અન્ય દેશો કેવી રીતે પ્રતિસાદ આપે છે તે મહત્વપૂર્ણ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now