Home International India Pakistan War Pok Operation Sindoor Pm Modi Statement Ceasefire

"100 વાતની એક જ વાત- પાછું આપો PoK" હજુ પૂરું થયું નથી ઓપરેશન સિંદૂર! : ભારતનો સ્પષ્ટ જવાબ- "તમે ગોળી ચલાવશો તો અમે તોપ ચલાવીશું, અમારે કોઈની મધ્યસ્થીની જરૂર નથી"

"100 વાતની એક જ વાત- પાછું આપો PoK" હજુ પૂરું થયું નથી ઓપરેશન સિંદૂર!
Published by: OBS Bureau
Last Updated: May 11, 2025, 12:12 PM IST

ભારત-પાક વચ્ચે મંત્રાણા અંગે અલગ-અલગ અહેવાલો વહેતા થયા છે. જેમાંથી મોટાભાગના સમાચારો તથ્ય વિહોણા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ પ્રધાનો વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આ વાતચીત ફક્ત બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ આર્મી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે જ થઈ હતી.

ભારતે કહ્યું- અમારી કાશ્મીર પર સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે, હવે માત્ર એક જ મુદ્દો બાકી છે- પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને પરત લેવાનો. બીજી કંઈ વાત કરવી નથી. અમારો બીજા કોઈ વિષય પર વાત કરવાનો કોઈ ઈરાદો નથી. અમે કોઈની મધ્યસ્થી ઈચ્છતા નથી. અમને કોઈ મધ્યસ્થની જરૂર નથી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. પીએમ મોદીએ કહ્યું હતું કે જો પાકિસ્તાન કંઈ કરશે તો તેનો જવાબ વધુ વિનાશક અને કઠોર હશે.જો ત્યાંથી ગોળી ચલાવવામાં આવશે, તો અમે અહીંથી તોપ ચલાવીશું. યુદ્ધવિરામની જાહેરાત બાદ પાકિસ્તાને 26 સ્થળોએ હુમલો કર્યો. ભારતે પણ તેમના ઠેકાણાઓ પર હુમલો કરીને આનો જોરદાર જવાબ આપ્યો.

સૂત્રોએ એ પણ જણાવ્યું કે હાલમાં ચાલતી "ઓપરેશન સિંદૂર" સંપૂર્ણપણે પૂર્ણ થયું નથી. યુદ્ધવિરામની જાહેરાત પછી પણ પાકિસ્તાને લગભગ 26 સ્થળોએ ઓછી કે વધુ ગંભીરતા ધરાવતા હુમલાઓ કર્યા છે. ભારતે પણ એ હુમલાઓના જવાબમાં પાકિસ્તાની આર્મી પોસ્ટ્સ અને ઠેકાણાઓ પર મક્કમ રીતે પ્રત્યાઘાત કર્યો છે.ભવિષ્યમાં ભારત કઈ દિશામાં આગળ વધશે તે હવે મુખ્યત્વે PoK મુદ્દા પર કેન્દ્રિત છે. રાજકીય અને રણનીતિક સ્તરે ભારતે પોતાનું દૃઢ વલણ સ્પષ્ટ કરીને કહેવું રહ્યું છે કે "PoK પરત લાવવું હવે એજ લક્ષ્ય છે, બીજું કશું નહિ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video