Home International India Pakistan War Pahalgam Terror Attack Pm Modi High Level Meeting At Pmo Indian Army Cds Nsa Defence Minister

યુદ્ધવિરામ બાદ પ્રધાનમંત્રી મોદીની હાઈ લેવલ મીટિંગ : ત્રણેય સેના પ્રમુખો, CDS, NSA અને રક્ષામંત્રી બેઠકમાં હાજર, વાયુસેનાએ કહ્યું- અભી જારી હૈ...ઓપરેશન સિંદૂર!

યુદ્ધવિરામ બાદ પ્રધાનમંત્રી મોદીની હાઈ લેવલ મીટિંગ
Published by: OBS Bureau
Last Updated: May 11, 2025, 07:34 AM IST

After Pakistan Ceasfire Violation High Level Meeting at PMO : અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપની મધ્યસ્થી બાદ ભારતે પોતાની શરતોને આધિન પાકિસ્તાન સાથે સીઝફાયર એટલેકે, યુદ્ધવિરામ પર સંધિ કરી છે. જેમાં ભારતે સ્પષ્ટ કર્યું છેકે, જો હવે ભારત પર કોઈપણ પ્રકારનો આતંકી હુમલો થશે કે તો ભારત તેને એક્ટ ઓફ વોર માનીને કાર્યવાહી કરશે.પછી કોઈ સમાધાન નહીં કરવામાં આવે. સીઝફાયરની જાહેરાતના 4 કલાકમાં જ નાપાક પાકિસ્તાન દ્વારા સરહદ પર ફાયરિંગ કરીને સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો હતો. ત્યારે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા પુરતી સતર્કતા રાખવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં પીએમ આવાસ પર હાઈ લેવલ મીટિંગ ચાલી મળી. આ મીટિંગમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોના પ્રમુખો, સીડીએસ એટલેકે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ, એનએસએ એટલેકે, નેશનલ સિક્યોરિટી એજન્સીના વડા અજિત ડોભાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સહિતના ઉચ્ચઅધિકારીઓ આ બેઠકમાં હાજર છે. આ સાથે જ પીએમ આવાસ પર મળેલી આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશમંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત છે. એટલું જ નહીં તેમજ આઈબી અને આરએડબલ્યુના વડાઓ હાજર છે. પાકિસ્તાનની નાપાક હરકતોને કઈ રીતે જવાબ આપવો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કઈ રીતે કૂટનીતિ કરવી તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. સિંધુ જલ સંધિ પર રોક અને પાકિસ્તાની નાગરિકોના વીઝ રદ્દ જ રહેશે.

એક તરફ પીએમ આવાસ પર મહત્ત્વની બેઠક ચાલી રહી છે તે દરમિયાન ભારતીય વાયુસેનાએ ટ્વીટર પર એટેલેકે, એક્સ પર એક મેસેજ આપ્યો છે, જે ભારતનો ઈરાદો દર્શાવે છે. ભારતીય વાસુસેનાએ મેસેજ આપ્યો છેકે, ઓપરેશન અભી જારી હૈ...ઓપરેશન સિંદૂર અભી જારી હૈ...અમે સટીક અને પ્રોફેશનલ રીતે સમગ્ર ઓપરેશન કર્યું. આગળ પણ વાયુસેનાનું આતંકવાદ સામેનું ઓપરેશન ચાલુ રહેશે.


સ્વર્ગમાં અજંપાભરી શાંતિઃ
જમ્મુ-કાશ્મીરમાં હાલ ધીરે-ધીરે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જોકે, સેના અને પ્રશાસને અલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. ખાસ કરીને જમ્મુ-કશ્મીરના કુપવાડા, પહલગામ, અખનૂર, રાજૌરી, જમ્મૂ, સાંબા અને પુંછમાં હાલ અજંપાભરી શાંતિ છે.

સરહદી રાજ્યોમાં શાંતિઃ
સરહદને અડીને આવેલાં રાજ્યોમાં ખાસ કરીને પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં આજે શાંતિ જણાઈ રહી છે. ખાસ કરીને પંજાબના અમૃતસર, ગુરુદાસપુર સહિતના સેન્સેટીવ વિસ્તારોમાં આજ સવારથી શાંતિ જણાઈ રહી છે. બીજી તરફ રાજસ્થાનના જેસલમેર, બાડમેર સહિતના વિસ્તારોમાં સીઝફાયર બાદ આજે જનજીવન સામાન્ય બની રહ્યું છે. જ્યારે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં પણ આજે સવારથી શાંતિ જણાઈ રહી છે. જોકે, તેમ છતાં નાપાક પાકિસ્તાન પર કોઈ ભરોસો કરાય તેમ નથી. તેથી જ સેના અને સરકાર દ્વારા પુરી સતર્કતા રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video