Home International India Pakistan Tension Nadda Cancels Leave Of All Health Officials

ભારત-પાકિસ્તાન તણાવ : નડ્ડાએ કેન્સલ કરી તમામ સ્વાસ્થ્ય અધિકારીઓની રજાઓ...!!

ભારત-પાકિસ્તાન તણાવ
Published by: OBS Bureau
Last Updated: May 10, 2025, 03:46 AM IST

India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ છે. આવી સ્થિતિમાં શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તેના તમામ અધિકારીઓની રજા આગામી આદેશ સુધી રદ કરી દીધી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી આદેશ સુધી તબીબી રજા સિવાય કોઈપણ અધિકારીને કોઈપણ પ્રકારની રજા આપવામાં આવશે નહીં. આ ઉપરાંત અગાઉ મંજૂર કરાયેલી રજા, જો કોઈ હોય તો રદ કરવામાં આવી છે. રજા પર ગયેલા અધિકારીઓએ તાત્કાલિક તેમની ફરજ પર પાછા ફરવું પડશે.

જમ્મુ હાઇ એલર્ટ પર
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તાઓ પર ન આવે, અફવાઓ પર ધ્યાન ન આપે અને પાયાવિહોણા કે અપ્રમાણિત સમાચાર ન ફેલાવે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, "હું જ્યાં છું ત્યાંથી વિસ્ફોટોના અવાજો, કદાચ ભારે તોપખાનાઓ હવે સાંભળી શકાય છે." આવી સ્થિતિમાં હું દરેકને નમ્રતાપૂર્વક અપીલ કરું છું કે ઘરે રહો અથવા એવી જગ્યાએ રહો જ્યાં તમે થોડા કલાકો માટે સુરક્ષિત રહી શકો.



કોમ્પ્યુનિકેશન મિનિસ્ટરીએ પણ કેન્સલ કરી રજાઓ

સંચાર મંત્રાલયે તેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે નોટિસ પણ જાહેર કરી છે. બધા અધિકારીઓ અને કર્મચારીઓને મોબાઇલ અને અન્ય સંસાધનોની મદદથી સંપર્કમાં રહેવા કહેવામાં આવ્યું છે. જો જરૂર પડે તો રજાના દિવસે પણ તેમને તાત્કાલિક ફોન કરી શકાય છે. આ ઉપરાંત કોઈપણ શંકાસ્પદ સંદેશાઓ, મેઇલ અથવા વિડિઓ અને સૂચનાઓ ખોલતી વખતે સાવચેત રહો.



AIIMS ભુવનેશ્વરે પણ એક નોટિસ જાહેર કરી
બંને દેશો વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને AIIMS ભુવનેશ્વરે તેના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સ્ટેશન રજા સહિત તમામ પ્રકારની રજાઓ રદ કરવાની પણ જાહેરાત કરી છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video