Home International India Pakistan Conflict Live Updates Indian Army Drone Attack Pakistan Air Defense Loc Indian Navy Blackout

પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ : જમ્મુ - કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળોએ ડ્રોન ઈન્ટરસેપ્ટ થયા

પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ
Published by: OBS Bureau
Last Updated: May 09, 2025, 07:58 PM IST

ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને આજે સતત બીજા દિવસે ભારતના અનેક શહેરોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો. જેને ભારતીય દળોએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો. ચાર રાજ્યોમાં 26 સ્થળોએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. જેના જવાબમાં ભારતીય સેનાએ જમ્મુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પરના ભારતીય નગરો પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ ભારતીય સેનાએ જમ્મુ સેક્ટરમાં જોરદાર જવાબી કાર્યવાહી શરૂ કરી છે.

જમ્મુ-કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળોએ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા. ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, લક્કી નાળા અને કચ્છનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video