ભારતમાં લાંબા સમયથી એક ચર્ચા એ ચાલી રહી છે કે અમેરિકન F-35 અને રશિયન SU-57 ફાઇટર એરક્રાફ્ટમાંથી કયું ભારતીય વાયુસેના માટે સારું રહેશે. આ બંને ફાઇટર એરક્રાફ્ટ 5મી પેઢીના ફાઇટર જેટ છે જે ખૂબ જ લોકપ્રિય છે. આ બંને લડાકુ વિમાનો હાલમાં ભારતના બેંગલુરુમાં એરો ઇન્ડિયા-2025માં ભાગ લઈ રહ્યા છે.
ભારતીય વાયુસેના હાલમાં લડાકુ વિમાનો, ખાસ કરીને પાંચમી પેઢીના વિમાનોની અછતનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, જો ભારતીય વાયુસેના નવો સોદો કરે છે, તો તે સોદો અબજો ડોલરનો હશે જેને હાંસલ કરવા માટે અમેરિકા અને રશિયા બંને એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.
હવે તે જ સમયે, ભારત પણ 5th જનરેશન વિમાનોના ઉત્પાદનમાં પણ સંકળાયેલું છે. આ પ્રોજેક્ટનું નામ AMCA છે, પરંતુ વર્ષ 2034 સુધી તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 10 વર્ષ લાગશે. પરંતુ ચીને ભારતીય સરહદ પર 200 જે-20 સ્ટીલ્થ વિમાનો તૈનાત કર્યા છે. પાકિસ્તાન ચીન પાસેથી 40 5th જનરેશન J-35 લડાકુ વિમાનો પણ ખરીદવા જઈ રહ્યું છે.
આવી સ્થિતિમાં અમેરિકા અને રશિયાને આશા છે કે ભારત લડાકુ વિમાનો પર મોટો સોદો કરી શકે છે.
હાલમાં, તે નક્કી નથી ભારત અમેરિકન કે રશિયન લડાકુ વિમાનો ખરીદવાનો પ્રયાસ કરશે કે નહીં. કેટલાક ડિફેન્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ભારત ફ્રાન્સના 4.5 જનરેશનના રાફેલ ફાઇટર જેટનો સોદો કરી શકે છે.
ભારતીય વાયુસેનાને રશિયન કંપની પાસેથી મળી ગોલ્ડન ડીલ
રશિયાની સરકારી કંપની રોસોબોરોન એક્સપોર્ટે ભારતીય વાયુસેનાને એક ગોલ્ડન ડીલ આપી છે. કંપનીના ડાયરેક્ટર જનરલે કહ્યું, "રોસોબોરોન એક્સપોર્ટે SU-57E પ્રોજેક્ટ પર સંયુક્ત વિકાસની દરખાસ્ત કરી છે. તે ભારતીય 5th gen લડાકુ વિમાનોના વિકાસમાં પણ મદદ કરશે.
અમેરિકાએ હજુ સુધી ભારતને તેના F-35 લાઈટનિંગ II અંગે કોઈ સત્તાવાર સોદો રજૂ નથી કર્યો. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્ર ટૂંક સમયમાં ભારતને આ ઓફર કરી શકે છે.





