Home Sports India England 2nd Test Match Shubhman Gill Double Century Record Cricket Sports

શુભમને સર્જ્યો કીર્તિમાન : ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં ફટકારી બેવડી સદી

શુભમને સર્જ્યો કીર્તિમાન
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 02:38 PM IST

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય કપ્તાન શુભમન ગીલે ઈતિહાસ રચ્યો છે. તેણે મેચના બીજા દિવસે 200 રન ફટકાર્યા છે. તેણે 21 ફોર અને બે સિક્સની મદદથી 311 બોલમાં 200 રન નોંધાવ્યા છે. ગિલે મેચના પ્રથમ દિવસે જ સદી ફટકારી હતી, ત્યારે હવે તેણે બેવડી સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. જ્યારે શુભમન ગીલે 200 રન નોંધાવ્યા ત્યારે ભારતનો સ્કરો છ વિકેટે 472 રન હતો. આ પહેલા ઓપનિંગમાં આવેલા યશસ્વી જયસ્વાલે 87 રન, કે.એલ.રાહુલે બે રન, કરુણ નાયરે 31 રન, રિષભ પંતે 25 રન, નિતિશ કુમાર રેડ્ડીએ 1 રન, રવિન્દ્ર જાડેજાએ 89 રન બનાવ્યા હતા.

શુભમન ગીલે ઈતિહાસ રચ્યો

શુભમન ગિલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કપ્તાન બની ગયો છે. પ્રથમ દિવસની રમતમાં ગિલે સદી ફટકારી હતી. તેણે 199 બોલમાં 11 ફોરની મદદથી સદી ફટકારી પોતાના ટેસ્ટ કેરિયરની સાતમી સદી ફટકારી હતી. તેણે સતત બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. પ્રથમ ટેસ્ટમાં પણ ગિલે 227 બોલમાં 19 ફોર અને એક સિક્સની મદદથી 147 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ટેસ્ટ ભારત હારી ગયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now