Home Agriculture India Become Number One Country In Milk Production Again With Massive Growth

‘શ્વેત’ રેકોર્ડ! : દૂધ ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે, પોતાનો જ રેકોર્ડ તોડી વિક્રમી દૂધ ઉત્પાદન નોંધાવ્યું

‘શ્વેત’ રેકોર્ડ!
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2024, 08:23 AM IST

ભારતે દૂધ ઉત્પાદનમાં પોતાનો જ રેકોર્ડ તોડીને વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. અને ગત વર્ષ કરતા દૂધ ઉત્પાતનમાં ભારતે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. વર્ષ 2023-24માં ભારતના દૂધ ઉત્પાદનમાં 3.78%નો વધારો જોવા મળ્યો છે. જે સાથે દૂધનું ઉત્પાદન 24 કરોડ ટનને પાર પહોંચી ગયું છે. 

પાંચ રાજ્યોમાં 54% દૂધનું ઉત્પાદન: 

ભારતના 5 રાજ્યોમાં જ દેશનું 54% દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશ 16.21% દૂધ ઉત્પાદન સાથે પહેલા ક્રમે છે. જ્યારે 14.51% ટકા સાથે રાજસ્થાન દૂધ ઉત્પાદનમાં દેશમાં બીજા ક્રમે છે. દૂધ ઉત્પાદનમાં 8.91% સાથે મધ્યપ્રદેશ ત્રીજા ક્રમે અને ગુજરાતનો ક્રમ 7.65% સાથે ચોથા ક્રમે છે. જયારે 6.71% સાથે મહારાષ્ટ્ર પાંચમા ક્રમે છે. દેશમાં ગયા વર્ષની સરખામણીમાં દૂધની વૃદ્ધિમાં થોડો ઘટાડો થયો છે. જો કે એક અંદાજ પ્રમાણે દેશમાં 30 કરોડ દૂધાળા પશુઓ છે. જેમાંથી માત્ર 10 મિલિયન પ્રાણીઓ જ દૂધ આપે છે. ભારતમાં વિશ્વની સરખામણીએ પશુદીઠ ઉત્પાદન પણ અન્ય દેશોની સરખામણીએ ઘણું ઓછું છે. 

બકરીનું દૂધ ઉત્પાદન વધારવા પ્રોત્સાહન:
ભારતમાં દૂધનું ઉત્પાદન વધારવા પશુઓના જીન્સ સુધારવા પર મહત્વનું કામ થઇ રહ્યું છે. તેવામાં ભારત સરકાર દ્વારા બકરીના દૂધ ઉત્પાદનને લઇ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યં છે. દેશમાં બકરીના દૂધ ઉત્પાદનમાં છેલ્લા એક વર્ષમાં 21 લાખ ટનનો વધારો થયો છે. બકરીના દૂધ ઉત્પાદન ક્ષેત્રે ‘દિન દૌગુના રાત ચૌગુના’ના સ્તરે પ્રગતિ થઇ રહી છે. તેવામાં અમૂલ દ્વારા પણ ઊંટડીની જેમ બકરીનું સ્પેશિયલ દૂધ એકત્ર કરી વેચાણ કરવાની યોજના પર વિચાર થઇ રહ્યો છે. અમૂલ દ્વારા બકરીના દૂધનું અલગથી વેચાણ શરૂ થાય તો બકરીપાલન ક્ષેત્રે અસિમિત તકો ઉભી થઇ શકે તેમ છે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now