Home International India Attack On Pakistan Airstrike Breaking News

પલટવારમાં નાપાક પાકિસ્તાન પર ભારતનો સૌથી મોટો પ્રહાર! Live Updates : પહેલાં જમ્મુથી જેસલમેર સુધી પાકના તમામ હુમલા કર્યા નાકામ, પછી પાક પર ભારતનો ચોતરફી હુમલો

પલટવારમાં નાપાક પાકિસ્તાન પર ભારતનો સૌથી મોટો પ્રહાર! Live Updates
Published by: OBS Bureau
Last Updated: May 09, 2025, 04:09 PM IST

Operation Sindoor 2.0 Live Updates: આતંકી અડ્ડાઓ પર ભારતની એરસ્ટ્રાઈક બાદ નાપાક પાકિસ્તાને ભારતના રહેણાંક વિસ્તારો અને સૈન્ય ઠેકાણાંઓ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરીને એક પ્રકારે યુદ્ધ છેડી દીધું છે. જોકે, ભારતે બધા હુમલા નાકામ કરીને પાકિસ્તાનને પરાસ્ત કરી દીધું. ત્યાર બાદ ભારતે પાકિસ્તાનના વિવિધ શહેરો પર ઈતિહાસનો સૌથી મોટો હુમલો કરીને જડબાતોડ જવાબ આપ્યો છે.

22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાનના આતંકીઓ દ્વારા પર્યટકોને તેમનો ધર્મ પૂછીને ગોળીઓ મારી તેમની હત્યા કરવામાં આવી. મહિલાઓની સામે તેમના પતિઓને ગોળી મારીને તેમનું સિંદૂર છીનવી લેવામાં આવ્યું. દેશભરમાં આ ઘટના બાદ આક્રોશ હતો, દેશ બદલો લેવા માંગતો હતો. ત્યારે ભારત સરકારે આ ઘટનાના 15 જ દિવસમાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરી.

ભારતે 7 મે 2025ના રોજ રાત્રે 1.05 મિનિટે પાકિસ્તાન અને પીઓકે પર એરસ્ટ્રાઈક કરીને તેમના 9 જેટલાં આતંકી અડ્ડાઓ તબાહ કર્યા. ભારતની એરસ્ટ્રાઈકમાં 100થી વધુ આતંકીઓનો ખાતમો થઈ ગયો. આતંકી મસુદ અજહરનો પરિવાર પણ આ હુમલામાં સાફ થઈ ગયો. જોકે, ભારતે માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ બનાવ્યા હતા. પાકિસ્તાનની સેના કે તેમના નાગરિકોને ભારતે કોઈ નુકસાન પહોંચાડ્યું નહોતું.

પરંતુ નાપાક પાકિસ્તાને આતંકવાદને પોસવા માટે ખોટા આરોપ મુકીને ભારત પર વાળતો હુમલો કરી દીધો. પાકિસ્તાને પહેલાં ભારતના 15 સ્થળો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો. જોકે, ભારતે પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલને હવામાં તોડી પાડીને તેને નાકામ કર્યો. ત્યાર બાદ પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરીને ભારત પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો. 8મે 2025ના રોજ રાતના 8.30 પછી પાકિસ્તાને ભારતના અલગ-અલગ વિસ્તારોને નિશાન બનાવીને ડ્રોન અને મિસાઈલથી હુમલો કરી દીધો. જેમાં પાકિસ્તાને ભારતના રહેણાંક વિસ્તારો અને સૈન્ય ઠેકાણાંઓને ટાર્ગેટ બનાવી તેના પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો. જોકે, ભારતે પાકિસ્તાનના તમામ હુમલાઓને નાકામ બનાવીને હવે તેના પર પલટવાર કરતા ઈતિહાસનો સૌથી મોટો હુમલો કર્યો છે.

પલટવાર કરતા ભારતનો પાકિસ્તાન પર ચોતરફી હુમલો

સવારે 10 વાગ્યે વિદેશ મંત્રાલય અને રક્ષા મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ વર્તમાન પરિસ્થિતિ અંગે કરશે સમીક્ષા બેઠક

CDS એટલેકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સાથે આજે રક્ષા મંત્રી કરશે બેઠક

ચાંદીપુર માં DRDO એ આજે બોલાવી આપાતકાલીન બેઠક

જમ્મુ કાશ્મીરના સાંબામાં પાકિસ્તાની ઘૂસણખોરીનો પ્રયાસ

BSF દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરીના પ્રયાસ ને કરાયો નાકામ

કરાચીમાં ભારતીય નૌકાદળોએ ભીષણ હુમલો

1971 બાદ પહેલીવાર પાકિસ્તાન પર સમુદ્રથી ભારતનો હુમલો

ભારતના નૌકાદળે કરેલાં હુમલામાં કરાચી પોર્ટનો વિનાશ

ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ કહ્યું નાપાક પાકિસ્તાનને મળશે જડબાતોડ જવાબ

સંયુક્ત રાષ્ટ્રએ આતંકવાદ મુદે પાકિસ્તાનને ઘેર્યું

LOC પર પાકિસ્તાને કર્યો ભારે ગોળીબાર

જમ્મુમાં સાયરન વગાડી કરાયું બ્લેક આઉટ

સરહદને અડીને આવેલાં કચ્છ, બનાસકાંઠા, પાટણમાં રાત્રે કરાયો અંધારપટ

ડ્રોન અને મિસાઈલથી ભારત ના અલગ અલગ ઠેકાણાં પર પાકિસ્તાને કર્યો હુમલો

પાકિસ્તાનના તમામ હુમલાને ભારતના 'સુદર્શન ચક્ર' S-400એ કર્યા નાકામ

ભારતના સૈન્ય ઠેકાણાઓને પાકિસ્તાને બનાવ્યા હતા ટાર્ગેટ

જવાબી કાયૅવાહીમાં ભારતે પાકિસ્તાનની 8 મિસાઈલ, F-16 ફાઇટ અને બે JF-17 ને તોડી પાડ્યા

ભારતે પાકિસ્તાનનું અવોકસ રીડાર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધું

પાકિસ્તાને પહેલાં ભારતના 15 સ્થળો પર ડ્રોન હુમલાનો કર્યો હતો પ્રયાસ, પછી પાકિસ્તાને ભારતના બીજા 12 અલગ અલગ સ્થળો પર હુમલાનો પ્રયાસ કર્યો

પાકિસ્તાને ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં કર્યો હુમલાનો પ્રયાસ

ભારતમાં ક્યાં-ક્યાં પાકિસ્તાને કર્યો હવાઈ હુમલાનો પ્રયાસ?
ભારતના સૈન્ય ઠેકાણાંઓ પર
ભારતના રહેણાંક વિસ્તારો પર
જમ્મુ એરપોર્ટ
જમ્મુ યુનિવર્સિટી
જલંધર, પંજાબ
પોખરણ
જેસલમેર
કુપવાડા
રાજોરી
પઠાનકોટ
અખનૂર
ઉધમપુર
ફલોદી

ભારતે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ક્યાં-ક્યાં કર્યો હુમલો?
લાહોર
ઈસ્લામાબાદ
કરાંચી
પેશાવર
બહાવલપુર
રાવલપિંડી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video