Home International India And Pakistan Agreed To An Immediate Ceasefire Effective From 5 Pm Ist Today

86 કલાકનું યુદ્ધ અને પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો કોલ આવ્યો : યુદ્ધવિરામ પછી, પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી, પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર ખોલ્યું

86 કલાકનું યુદ્ધ અને પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો કોલ આવ્યો
Published by: OBS Bureau
Last Updated: May 10, 2025, 03:07 PM IST

ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતી સર્જાઈ હતી, તે 86 કલાકમાં સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકાની મધ્યસ્થી પછી, ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અસરથી લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. પાકિસ્તાન તરફથી યુદ્ધની અપીલ કરવામાં આવી હતી, જેનો અમલ 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી કરવામાં આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો આજે ચોથો દિવસ છે. શુક્રવારે રાત પડતાની સાથે જ પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા શરૂ કર્યા. ભારતીય લશ્કરી દળોએ તેને નિષ્ફળ બનાવ્યું. પાકિસ્તાન બેકફૂટ પર આવ્યું. ભારતે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામની જાહેરાત કરી. આ પછી, પીએમ મોદીએ રાત્રે લગભગ 8 વાગ્યે સંરક્ષણ પ્રધાન, સીડીએસ અને સેના પ્રમુખો સાથે બેઠક યોજી.

પ્રધાનમંત્રી નિવાસસ્થાન (LKM) ખાતે યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ, સંરક્ષણ સ્ટાફ ચીફ (CDS) અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ પણ હાજર રહ્યા હતા.

પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર ખોલ્યું

યુદ્ધવિરામ પછી, પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી દીધું. પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્ર પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video