Home Sports Ind Vs Sa What Will The Weather Be Like In Ahmedabad After The Fog In Lucknow

IND vs SA; લખનઉમાં ધુમ્મસ પછી અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ? : સીરિઝની અંતિમ મેચમાં ક્રિકેટ પ્રેમીઓમાં ચિતાનો વિષય!

IND vs SA; લખનઉમાં ધુમ્મસ પછી અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 11:49 AM IST

What will the weather be like in Ahmedabad after Lucknow: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી T20 સીરિઝ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. સીરિઝની પાંચમી અને અંતિમ મેચ અમદાવાદના વિશ્વ વિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. લખનઉમાં ચોથી મેચ રદ થયા પછી ક્રિકેટ પ્રેમીઓમાં અમદાવાદના હવામાનને લઈને ઉત્સુકતા અને ચિંતા બંને જોવા મળી રહી છે.

લખનઉની મેચમાં ધુમ્મસ બન્યું વિલન

ઉત્તર ભારતમાં વધતા પ્રદૂષણ અને ઠંડીને કારણે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ચોથી T20 મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. ભારે ધુમ્મસ (Fog) ને કારણે મેચ રદ કરવી પડી હતી, જેનાથી ફેન્સને ભારે નિરાશા જોવા મળી હતી. આ ઘટના બાદ હવે સૌની નજર અમદાવાદ પર છે.

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. અત્યાર સુધીના રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં હાલ વાતાવરણ એકદમ સાફ છે. લખનઉની સરખામણીએ અમદાવાદમાં ધુમ્મસની સમસ્યા નથી. સવારથી જ સરસ તડકો નીકળ્યો છે. હવામાનની સ્થિતિ જોતા મેચ નિર્ધારિત સમયે શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

સીરિઝનું સમીકરણ

ભારતીય ટીમ હાલ 5 મેચની સીરિઝમાં 2-1 થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતશે તો સીરિઝ 3-1 થી પોતાના નામે કરશે. સાઉથ આફ્રિકન ટીમ આ છેલ્લી મેચ જીતીને સીરિઝ 2-2 થી બરાબર કરવાનો પ્રયાસ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now