Home Sports Ind Vs Sa T20i Abhishek Sharma Close To Setting World Record In T20i

IND vs SA T20I: Abhishek Sharma T20I માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની નજીક! : રેકોર્ડ બનાવતા જ વિશ્વનો પ્રથમ બેટ્સમેન બનશે

IND vs SA T20I: Abhishek Sharma T20I માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની નજીક!
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 09:46 AM IST

Abhishek Sharma upcoming world record: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 સીરિઝ શરૂ થવા જઈ રહી છે. પહેલી મેચ કટકમાં રમાશે. આ સીરિઝમાં પાંચ મેચ રમાશે. બધાની નજર ફરી એકવાર વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પર રહેશે. અભિષેક શર્મા પાસે આ સીરિઝમાં વિશ્વ રેકોર્ડ બનાવવાની તક હશે. આ સીરિઝમાં અભિષેક શર્મા પાંચ T20 મેચ રમશે. જો તે આ પાંચ T20 મેચોમાં ત્રણ સેંચુરી ફટકારે છે, તો તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સેંચુરી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની જશે. આ વર્ષે અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સેંચુરી ફટકારી છે. 2025 માં અભિષેકે વાનખેડે ખાતે ઈંગ્લેન્ડ સામે 135 રનની ઇનિંગ રમી હતી. અભિષેક એક એવો બેટ્સમેન છે, જે વિસ્ફોટક બેટિંગ કરે છે. હાલમાં, સંજુ સેમસન T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. સંજુ 2024 માં ત્રણ સદી ફટકારવામાં સફળ રહ્યો. ઘણા બેટ્સમેનોએ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક કેલેન્ડર વર્ષમાં બે સેંચુરી ફટકારી છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સેંચુરી

  • સંજુ સેમસન - 3 સેંચુરી (2024)

  • કોલિન મુનરો - 2 સેંચુરી (2017)

  • રોહિત શર્મા - 2 સેંચુરી (2018)

  • સૂર્યકુમાર યાદવ - 2 સેંચુરી (2022)

  • ફિલ સોલ્ટ - 2 સેંચુરી (2023)

  • સૂર્યકુમાર યાદવ - 2 સેંચુરી (2023)

  • ક્રિસ ગેલ - 1 સેંચુરી (2007)

  • અભિષેક શર્મા - 1 સેંચુરી (2025)

T20I પહેલા એડન માર્કરામનું નિવેદન

સાઉથ આફ્રિકાના T20 કેપ્ટન એડન માર્કરામએ અભિષેક શર્માને મેચ વિજેતા બેટ્સમેન ગણાવ્યો છે. સીરિઝ શરૂ થાય તે પહેલાં, માર્કરામએ સ્વીકાર્યું કે, અભિષેક શર્માને આઉટ કરવો તેના બોલરોની પ્રાથમિકતા હશે. "હું સનરાઇઝર્સ હૈદરાબાદમાં અભિષેક સાથે પહેલા રમી ચૂક્યો છું. તે ખૂબ જ સારો ખેલાડી છે અને ખૂબ સારી બેટિંગ કરે છે, તેથી તેમાં કોઈ શંકા નથી કે, આ અમારા માટે એક મોટી વિકેટ છે. જે કોઈ નવો બોલ લેશે તેને આશા છે કે, તેને વહેલા આઉટ કરવાનું પડકારજનક લાગશે. તે મેચ વિનર છે, અને આ અમારા માટે એક મહત્વપૂર્ણ વિકેટ છે," માર્કરામએ કહ્યું.

2025 માં અભિષેક શાનદાર ફોર્મ

આ વર્ષે અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધીમાં, અભિષેકે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 756 રન બનાવ્યા છે, જેમાં એક સેંચુરીનો સમાવેશ થાય છે. તેને 196.36 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. અભિષેક શર્માએ તેના ડેબ્યૂથી અત્યાર સુધીમાં 29 મેચની 28 ઇનિંગમાં 1,012 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 189.51 નો છે. 2025 T20 મેચોમાં સૌથી વધુ સેંચુરી સાહિબજાદા ફરહાનના નામે 4 સેંચુરી ફટકારવાનો રેકોર્ડ છે. અને અભિષેક શર્મા આ સીરિઝમાં 2 સેંચુરી ફટકારશે તો, T20 માં સૌથી વધુ સેંચુરી ફટકારનાર ખેલાડી બની જશે. યાસ વર્ષે અભિષેક શર્માએ T20 માં 3 સેંચુરી ફટકારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now