Home Sports Ind Vs Sa Ravindra Jadejas Historic Achievement

IND vs SA; Ravindra Jadeja ની ઐતિહાસિક સિદ્ધિ! : આ રેકોર્ડ હાંસલ કરનાર એકમાત્ર ભારતીય બોલર બન્યો

IND vs SA; Ravindra Jadeja ની ઐતિહાસિક સિદ્ધિ!
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 07:18 AM IST

IND vs SA, 2nd Test: ગુવાહાટી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો. તે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ક્રિકેટમાં 50 કે તેથી વધુ વિકેટ લેનાર પાંચમો ભારતીય બોલર બન્યો અને આ સિદ્ધિ મેળવનાર એકમાત્ર લેફ્ટ હહેન્ડેડ ભારતીય સ્પિનર ​​બન્યો. જાડેજાએ સાઉથ આફ્રિકા સામેની પોતાની 19 મી ઇનિંગમાં 50 વિકેટ ઝડપી. અનિલ કુંબલે સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ છે. કુંબલેએ સાઉથ આફ્રિકા સામે 84 વિકેટ લીધી છે. આ યાદીમાં જવાગલ શ્રીનાથ 64 વિકેટ સાથે બીજા ક્રમે છે. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટના ચોથા દિવસે, જાડેજાએ બંને ઓપનરોને આઉટ કરીને સાઉથ આફ્રિકા સામે 50 વિકેટ લીધી.

સાઉથ આફ્રિકા સામે 50 ટેસ્ટ વિકેટ લેનારા ભારતીય બોલરો

  • 84 – અનિલ કુંબલે (40 ઇનિંગ્સ)

  • 64 – જવાગલ શ્રીનાથ (25 ઇનિંગ્સ)

  • 60 – હરભજન સિંહ (19 ઇનિંગ્સ)

  • 57 – રવિચંદ્રન અશ્વિન (26 ઇનિંગ્સ)

  • 50* – રવિન્દ્ર જાડેજા (19 ઇનિંગ્સ)

ભારતની અંદર ટેસ્ટમાં ભારત અને સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટો

બોલર

ટીમ

મેચ

વિકેટ

શ્રેષ્ઠ

5 વિકેટ

રવિચંદ્રન અશ્વિન

ભારત

7

46

7/66

5

રવીન્દ્ર જાડેજા

ભારત

9*

44*

7/87

2

હરભજન સિંહ

ભારત

7

42

7/87

3

અનિલ કુંબલે

ભારત

9

39

6/131

2

ડેલ સ્ટેન

સાઉથ આફ્રિકા

6

26

7/51

2

જાડેજા સાઉથ આફ્રિકા સામે ભારતમાં ટેસ્ટમાં ભારત માટે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આમ કરીને જાડેજાએ હરભજન સિંહ અને અનિલ કુંબલેના રેકોર્ડ તોડી નાખ્યો છે. અશ્વિનના નામે ભારતમાં સાઉથ આફ્રિકા સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ છે. અશ્વિને ભારતમાં સાઉથ આફ્રિકા સામે સાત ટેસ્ટમાં 46 વિકેટ લીધી હતી. જાડેજા આ યાદીમાં બીજા ક્રમે છે, તેને નવ ટેસ્ટમાં 44 વિકેટ લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now