Home Sports Ind Vs Sa 4th T20i Know What Impact The Lucknow Pitch Will Have

IND vs SA ચોથી T20I; લખનૌની પિચનો શું પ્રભાવ પડશે? : શું Sanju Samson ને તક મળશે? જાણો સંપૂર્ણ માહિતી

IND vs SA ચોથી T20I; લખનૌની પિચનો શું પ્રભાવ પડશે?
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 09:26 AM IST

India vs South Africa, 4th T20I: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20I સીરિઝની ચોથી મેચ લખનૌમાં રમાશે. ભારતીય ટીમે ત્રીજી T20 મેચ 7 વિકેટથી જીતી હતી. હવે, ચોથી T20 મેચ જીતીને, ભારતીય ટીમ સીરિઝમાં અજેય લીડ મેળવવાનું લક્ષ્ય રાખશે. બંને ટીમો વચ્ચેની આ મેચ લખનૌના Ekana Cricket Stadium માં રમાશે. આજની મેચમાં ભારતના પ્લેઇંગ ઇલેવન પર પણ નજર રહેશે. એ નોંધવું જોઇએ કે, આ મેચ જીતીને, ભારતીય ટીમ સીરિઝ જીતવામાં સફળ રહેશે.

ભારત vs સાઉથ આફ્રિકા T20I હેડ-ટુ-હેડ

ભારત અને સાઉથ આફ્રિકા અત્યાર સુધીમાં 34 T20I મેચોમાં એકબીજાની સામે રમી છે. ભારત 20 જીત સાથે હેડ-ટુ-હેડ રેકોર્ડમાં આગળ છે, જ્યારે સાઉથ આફ્રિકા 13 મેચ જીતવામાં સફળ રહ્યું છે. એક મેચનું પરિણામ આવ્યું નથી.

લખનૌની પીચ પર શું અસર પડશે?

ચોથી T20I લખનૌના શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે કાળી માટીની પીચ મેચમાં સમય જતાં જતાં સારી થાય છે, ખાસ કરીને જ્યારે ડ્યુ પડે છે, જેના ચેસ કરતી વખતે બેટિંગ સરળ બને છે. સ્પિનરો અને પેસરો બંને વિકેટ લઈને પ્રભાવ પાડી શકે છે, પરંતુ બેટ્સમેનોને મોટો સ્કોર કરતા પહેલા સેટલ થવા માટે સમયની જરૂર પડશે. ટોસ જીતનાર ટીમ કદાચ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

લખનૌમાં હવામાન કેવું રહેશે?

મેચના દિવસે લખનૌમાં હવામાન થોડું વાદળછાયું રહેવાની અપેક્ષા છે, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 18 થી 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. સાંજે તે ઘટીને 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આનો અર્થ એ છે કે, મેચ દરમિયાન ઠંડી રહેવાની શક્યતા છે. ઠંડી અને ઝાકળ ટીમ માટે ઇનિંગ્સના અંતમાં બોલિંગ કરવા માટે પડકારો ઉભા કરી શકે છે. ડ્યુ બોલરો માટે સમસ્યા બની શકે છે, જેના કારણે બેટ્સમેન આ પરિસ્થિતિનો લાભ લઈ શકે છે.

શું સંજુ સેમસનને તક મળશે?

શુભમન ગિલે સાઉથ આફ્રિકા સામેની પહેલી T20I માં બે બોલમાં 4 રન બનાવ્યા હતા અને મુલ્લાનપુરમાં રમાયેલી બીજી મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. 14 ડિસેમ્બરે HPCA સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી T20I માં તેને 28 બોલમાં 28 રન બનાવ્યા હતા, તેનું પ્રદર્શન આ સીરિઝમાં કઈ ખાસ નથી. પ્લેઇંગ ઇલેવનમાં તેના સ્થાન અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. તેથી, આજે સંજુ સેમસનનો સમાવેશ ઇલેવનમાં થશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.

ભારતની સંભવિત XI

અભિષેક શર્મા, શુભમન ગિલ/સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા, હર્ષિત રાણા/વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

સાઉથ આફ્રિકાની સંભવિત XI

ક્વિન્ટન ડી કોક, એઇડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, ડેવિડ મિલર, ડોનોવન ફરેરા, જ્યોર્જ લિન્ડે, માર્કો જેન્સેન, કોર્બિન બોશ, એનરિક નોર્ટજે, ઓટ્ટનીલ બાર્ટમેન.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now