Home Sports Ind Vs Pak Big Blow To Pakistan Fearsome Player Out Of Champions Trophy

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર! : પાકિસ્તાનને સૌથી મોટો ફટકો, આ 'ખૂંખાર' ખેલાડી થયો બહાર

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે ખુશખબર!
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 02:19 PM IST

IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ મેચ દુબઈમાં રમાશે. જો કે આ મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં ફખર ઝમાન ઈજાગ્રસ્ત થયો હતો. હવે તે આખી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ઇમામ ઉલ હકને પાકિસ્તાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડ સામે ઈજા થઈ હતી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાને પ્રથમ બોલિંગ કરી હતી. ઈમામ ઉલ હક ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. હવે તેના સ્થાને બોર્ડે ઇમામ ઉલ હકને પાકિસ્તાની ટીમમાં પસંદ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now