Home Sports Ind Vs Nz Virat Kohlis Fan Seen Outside The Hotel Know The Latest Updates

IND vs NZ; હોટલની બહાર જોવા મળ્યો Virat Kohli નો ફેન! : પ્રેક્ટિસ સેશનથી લઈને ફેન્સના ક્રેઝ સુધી, જાણો લેટેસ્ટ અપડેટ્સ

IND vs NZ; હોટલની બહાર જોવા મળ્યો Virat Kohli નો ફેન!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 04:43 AM IST

વડોદરા શહેર ફરી એકવાર ઇન્ટરનેશનલ ક્રિકેટના રંગે રંગાવા તૈયાર છે. આગામી 11 જાન્યુઆરીએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પૂર્વે શહેરમાં ક્રિકેટ પ્રત્યેનો અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

કિવી ટીમનું નેટ પ્રેક્ટિસ

આજે બપોરે ન્યૂઝીલેન્ડની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હોટેલ ITC વેલકમથી કોટંબી સ્ટેડિયમ જવા રવાના થઈ હતી. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ મેદાન પર પહોંચીને કલાકો સુધી નેટ્સમાં પરસેવો પાડી રહ્યા છે. કિવી ટીમે પ્રથમ મેચ જીતીને સિરીઝમાં લીડ મેળવવા માટે અત્યારથી જ વ્યૂહરચના ઘડવાનું શરૂ કરી દીધું છે.

ફેન્સનો ભારે ઉત્સાહ

ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે હોટેલની બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. શિયાળાની કકડતી ઠંડી હોવા છતાં, ક્રિકેટપ્રેમીઓ સવારથી જ પોતાના મનપસંદ ખેલાડીઓને જોવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે લાઈનોમાં ઉભા છે. આ માહોલ દર્શાવે છે કે, વડોદરાના લોકોમાં ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે.

ખાસ ફેન્સનું આકર્ષણ

આ ભીડમાં અઢી ફૂટની ઊંચાઈ ધરાવતા દિવ્યાંગ ફેન મોહમ્મદ ઈરફાને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વર્ષ 1995 થી ક્રિકેટના શોખીન એવા ઈરફાન ખાસ કરીને ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને મળવા આવ્યા છે. તેઓ ઠંડીમાં સવારે પોણા દસ વાગ્યાથી ખેલાડીઓની રાહ જોઈ રહ્યા છે. અગાઉ અનેક સેલિબ્રિટીઝને મળી ચૂકેલા ઈરફાન હવે વિરાટ કોહલી અને રોહિત શર્માને મળવા માટે હયાત પેલેસ હોટેલ પહોંચશે.

ટીમ ઈન્ડિયાની તૈયારીઓ

ભારતીય ટીમ પણ આ મેચ માટે કોઈ કસર છોડવા માંગતી નથી. આજે સાંજે 5.30 વાગ્યે શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા કોટંબી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન યોજશે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પ્રેક્ટિસના ફોટોઝ શેર કરતા ફેન્સમાં રોમાંચ બમણો થઈ ગયો છે. યુવા ખેલાડીઓથી સજ્જ ભારતીય ટીમ ઘરઆંગણે સિરીઝની શાનદાર શરૂઆત કરવા આતુર છે.

ઐતિહાસિક મેચની રાહ

કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ વડોદરા માટે ઐતિહાસિક સાબિત થશે. વનડે સિરીઝની આ પ્રથમ મેચને જોવા માટે ટિકિટોના વેચાણથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now