Home Sports Ind Vs Nz Shubman Gills Big Statement Before The Match In Vadodara

IND vs NZ; વડોદરામાં મેચ પહેલા Shubman Gill નું મોટું નિવેદન! : કોટંબી સ્ટેડિયમમાં જંગ માટે ટીમ ઈન્ડિયા તૈયાર

IND vs NZ; વડોદરામાં મેચ પહેલા Shubman Gill નું મોટું નિવેદન!
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 01:24 PM IST

Cricket celebration in Vadodara: વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ODI સિરીઝની પ્રથમ મેચ રમાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પૂર્વે સંસ્કારી નગરી વડોદરામાં ક્રિકેટનો અદભૂત માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ખૂણેખૂણે અત્યારે માત્ર ક્રિકેટની જ ચર્ચા થઈ રહી છે.

મેદાન પર સખત મહેનત કરતી ટીમ ઇન્ડિયા

મેચમાં વિજય મેળવવાના ઈરાદા સાથે ભારતીય ટીમે કોટંબી સ્ટેડિયમ ખાતે સખત પ્રેક્ટિસ કરી હતી. કેપ્ટન શુભમન ગિલથી લઈને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયર, રિષભ પંત, કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ નેટ્સમાં કલાકો સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી. આશ્ચર્યની વાત એ હતી કે ,ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ બેટિંગમાં હાથ અજમાવતા જોવા મળ્યા હતા, જે ભારતની મજબૂત તૈયારીઓનો સંકેત આપે છે.

વડોદરાના રસ્તાઓ પર ન્યૂઝીલેન્ડના સ્ટાર્સ

એક તરફ ભારતીય ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તો બીજી તરફ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ વડોદરાની મુલાકાતનો આનંદ માણ્યો હતો. કીવી ખેલાડીઓ હોટલમાંથી બહાર નીકળીને વડોદરાના રસ્તાઓ પર લટાર મારતા જોવા મળ્યા હતા. કેટલાક ખેલાડીઓ સ્થાનિક કાફેમાં નાસ્તો કરવા પહોંચ્યા હતા, જેને જોઈને ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી.

કેપ્ટન શુભમન ગિલની રણનીતિ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે, આ સિરીઝ આગામી ICC ટુર્નામેન્ટની તૈયારીઓ માટે ખૂબ જ મહત્વની છે. શુભમન ગિલે સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ ફોર્મેટને હળવાશથી ન લઈ શકાય અને વર્લ્ડ કપ જીતવા માટે અત્યારથી જ યોગ્ય ટીમ કોમ્બિનેશન બનાવવું જરૂરી છે. તેમણે ન્યૂઝીલેન્ડને એક શક્તિશાળી પ્રતિસ્પર્ધી ગણાવ્યો હતો.

વરિષ્ઠ ખેલાડીઓનું માર્ગદર્શન

ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની ભૂમિકા અંગે વાત કરતા ગિલે કહ્યું કે, મુશ્કેલ સંજોગોમાં આ વરિષ્ઠ ખેલાડીઓનો અનુભવ યુવા ખેલાડીઓ માટે અમૂલ્ય છે. તેમની સલાહ રમતની દિશા બદલી શકે છે, જે ટીમ માટે મોટો પ્લસ પોઈન્ટ છે.

ફેન્સનો અદભૂત પ્રેમ

વડોદરાના ક્રિકેટ પ્રેમીઓના વખાણ કરતા ગિલે કહ્યું કે, "એરપોર્ટ પર જે રીતે અમારું સ્વાગત થયું, તે જોઈને એવું લાગ્યું જાણે અમે વર્લ્ડ કપ જીતીને આવ્યા હોઈએ." ફેન્સનો આ ઉત્સાહ ખેલાડીઓ માટે પ્રોત્સાહનરૂપ છે. સાથે જ તેમણે કોટંબી સ્ટેડિયમની આધુનિક સુવિધાઓ અને પ્રેક્ટિસ પિચના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now