Home Sports Ind Vs Nz Shreyas Iyer Will Get A Chance In Vizag T20i Hardik Pandya Will Be Out Know

IND vs NZ; વિઝાગમાં આ 4 ખેલાડીઓ બેસશે બેન્ચ પર! : Shreyas Iyer ઇન, Hardik Pandya બહાર, જાણો પ્લેઇંગમાં શું બદલાવ આવશે

IND vs NZ; વિઝાગમાં આ 4 ખેલાડીઓ બેસશે બેન્ચ પર!
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 06:23 AM IST

IND vs NZ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની ચોથી મેચ આજે (શુક્રવાર) વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત પહેલાથી જ સિરીઝમાં 3-0 થી અજેય લીડ ધરાવે છે. ભારતીય ટીમ આ મેચ માટે શું ફેરફાર કરે છે તે જોવાનું બાકી છે, કારણ કે કેટલાક ખેલાડીઓને સિરીઝમાં કોઈ T20I મેચ રમવાની તક મળી નથી.

હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત છે?

2026 ના T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ભારતીય ટીમ હાર્દિક પંડ્યાને આરામ આપવાનું વિચારી શકે છે. હાર્દિક પંડ્યા વારંવાર ઈજાગ્રસ્ત થતો હોય છે, અને ટીમ મેનેજમેન્ટ તેને મોટી ટુર્નામેન્ટ પહેલા હાર્દિક પંડ્યાને ફિટ રાખવા ઈચ્છે છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ T20 મેચ માટે તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તિલક વર્મા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી બંને T20I મેચોમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને શ્રેયસ ઐયરને ટીમમાં રાખવામાં આવ્યો છે. જોકે, હવે તેના રમવાની શક્યતાઓ વધુ મજબૂત બની ગઈ છે. BCCI ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એ તિલક વર્માને સંપૂર્ણ ફિટ થાય તે પહેલાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં, શ્રેયસ ઐયર ચોથી T20I માં હાર્દિક પંડ્યાનું સ્થાન લઈ શકે છે. ટીમ મેનેજમેન્ટ ફક્ત શ્રેયસ ઐયરની ક્ષમતાઓનું પરીક્ષણ કરવા જ નહીં પરંતુ તેને T20 ફોર્મેટમાં પોતાને સાબિત કરવાની તક પણ આપવા માંગે છે.

શું ઈશાન કિશનને મળશે તક?

T20 ટીમમાં પાછા કમબેક કર્યા પછી, ઈશાન કિશનએ શાનદાર પર્ફોમન્સ કર્યું છે. તેને આ સિરીઝમાં અનુક્રમે 8, 76 અને 28 રન બનાવ્યા છે. તેને કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ મેનેજમેન્ટ બંનેનો સપોર્ટ મળી રહ્યો છે. તેથી, વિઝાગ T20I માં પણ ઈશાન કિશનને તક મળે તેવી શક્યતા ખૂબ જ છે. ઈશાન કિશનને ટી20 વર્લ્ડ કપ 2026 માટે બેકઅપ વિકેટકીપર-બેટ્સમેન તરીકે જોવામાં આવી રહ્યો છે, અને તેના હાલના ફોર્મને જોતાં, તેને ભવિષ્યમાં સતત તકો મળવાની અપેક્ષા છે.

બોલિંગ યુનિટમાં શું ફેરફાર થશે?

અક્ષર પટેલ પણ પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફરે તેવી અપેક્ષા છે, કારણ કે તે T20 વર્લ્ડ કપ માટે ટીમનો મુખ્ય સભ્ય છે. જસપ્રીત બુમરાહ વધુ એક મેચ રમી શકે છે, જ્યાં તેને અર્શદીપ સિંહ અને શિવમ દુબેનો સાથ મળશે. સ્પિન વિભાગમાં, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઈ ટીમની પહેલી પસંદગી બની શકે છે, જ્યારે વરુણ ચક્રવર્તીને ફરી એકવાર બેન્ચ પર બેસવું પડી શકે છે.

ભારતની ચોથી T20 માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન:

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શ્રેયસ ઐયર, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ.

બેન્ચ પર : હાર્દિક પંડ્યા, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, હર્ષિત રાણા.

Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર એક અનુમાન આધારીત અને જાણકારી હેતુથી પ્રકાશિત કરવામાં આવી છે. આ માહિતી સંપૂર્ણ સત્ય હોવાનો દાવો Offbeat Stories કરતું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now