Home Sports Ind Vs Nz Know How Each Team Performed In The Series Before The Fourth T20i Match

IND vs NZ; વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર! : સેમસનનું ફોર્મ ચિંતાનો વિષય, પણ અભિષેક-સૂર્યાની વિસ્ફોટક બેટિંગ સામે કીવી બોલરો લાચાર!

IND vs NZ; વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 12:02 PM IST

IND vs NZ : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 સીરીઝ હવે તેના અંતિમ તબક્કા તરફ છે. આજે સાંજે 7:00 વાગ્યે વિશાખાપટ્ટનમ ખાતે સીરીઝની ચોથી મેચ રમાશે. ભારતીય ટીમ પહેલેથી જ 3-0 થી સીરીઝ જીતી લીધી છે, પરંતુ ટીમ ઈન્ડિયા પોતાની વિજયી લય જાળવી રાખીને ન્યૂઝીલેન્ડ પર સંપૂર્ણ દબદબો જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.

ભારતનો દબદબો અને ચિંતાના સ્થાનો

ભારતીય ટીમે અત્યાર સુધી રમતની દરેક ક્ષેત્રમાં શાનદાર પર્ફોમન્સ કર્યું છે. જોકે, ટીમ માટે બે મુખ્ય બાબતો ચિંતા જન્માવી રહી છે: ઓપનર સંજૂ સેમસનનું ખરાબ ફોર્મ અને મુખ્ય સ્પિનરોનું નબળું પ્રદર્શન. કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી જેવા સ્પિનરો હજુ સુધી અપેક્ષા મુજબ વિકેટો ઝડપી શક્યા નથી. વર્લ્ડ કપ પહેલા બોલિંગ વિભાગને વધુ મજબૂત બનાવવો એ ભારતનું મુખ્ય લક્ષ્ય રહેશે.

સંજૂ સેમસન માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ

બેટિંગમાં ભારત માટે અત્યારે સૌથી નબળી કડી સંજૂ સેમસન સાબિત થઈ રહ્યો છે. ત્રણ મેચમાં સંજુ સેમસને માત્ર 5.33 ની એવરેજથી 16 રન બનાવ્યા છે. જોકે, તિલક વર્મા ઈજાગ્રસ્ત હોવાથી મેનેજમેન્ટ સંજુ સેમસનને વધુ એક તક આપી શકે છે. એવી પણ શક્યતા છે કે, સંજુ સેમસનને ઓપનિંગને બદલે ત્રીજા નંબરે મોકલવામાં આવે અને અભિષેક શર્મા સાથે ઈશાન કિશન ઇનિંગની શરૂઆત કરે.

ભારતીય બેટ્સમેનોનું વિસ્ફોટક પ્રદર્શન

આ સીરીઝમાં ભારતીય બેટ્સમેનોએ કીવી બોલરો સામે ભારતીય બેટ્સમેનોએ જબરદસ્ત પર્ફોમન્સ કર્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો:

  1. અભિષેક શર્મા : 300થી વધુનો સ્ટ્રાઇક રેટ.

  2. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન : અંદાજે 230 નો સ્ટ્રાઈક રેટ. ભારતે છેલ્લી બે મેચોમાં કુલ 363 રનને ચેસ કરતાં માત્ર 25.2 ઓવર જ લીધી હતી, જે તેમની વિસ્ફોટક T20 સ્ટાઇલનો પુરાવો છે.

ન્યૂઝીલેન્ડના બોલરોની લાચારી

ન્યૂઝીલેન્ડના બોલરો ભારતીય બેટ્સમેનો સામે કઈ ખાસ કરી શક્યા નહીં. ન્યુઝીલેન્ડ ટીમનો મુખ્ય બોલર જેકબ ડફી છે, પરંતુ તેનો ઇકોનોમી રેટ પણ 10.30 જેવો છે. અન્ય બોલરો જેવા કે મેટ હેનરી (13.80) અને કાઇલ જેમીસન (14.20) પણ રન રોકવામાં નિષ્ફળ રહ્યા છે. વિશાખાપટ્ટનમની પિચ અને ડ્યુ (Dew Factor) ને જોતા આજે પણ હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now