Home Sports Ind Vs Nz 7 Series And India Unbeaten For 37 Years

IND vs NZ; 7 સિરીઝ અને 37 વર્ષથી ભારત અજેય! : ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ભારતનો ‘અવિશ્વસનીય’ રેકોર્ડ!

IND vs NZ; 7 સિરીઝ અને 37 વર્ષથી ભારત અજેય!
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 07:26 AM IST

IND vs NZ: ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2026 ની શરૂઆત કરવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા પોતાના નવા વર્ષના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝથી કરવા જઈ રહી છે. આ સિરીઝ માત્ર એક કોમ્પિટિશન નથી, પરંતુ ભારત માટે પોતાના 37 વર્ષ જૂના વર્ચસ્વને ટકાવી રાખવાની જંગ છે.

વડોદરાનું નવું મેદાન અને નવી શરૂઆત

આ સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. ખાસ વાત એ છે કે, આ મેચ માટે વડોદરામાં નવું બનેલું કોટંબી સ્ટેડિયમમાં થવાની છે. અત્યાર સુધી વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચો રમાતી હતી, પરંતુ હવે કોટંબી સ્ટેડિયમ પુરુષોની ઇન્ટરનેશનલ મેચની યજમાન કરીને પોતાની નવી ઓળખ પ્રસ્થાપિત કરશે.

37 વર્ષનો અતૂટ ઇતિહાસ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે ક્રિકેટનો ઇતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. 1988 થી અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે ભારતમાં કુલ 7 બાઈલેટરલ વનડે સિરીઝ રમાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, સાતેય સિરીઝમાં ભારતનો વિજય થયો છે. છેલ્લા 37 વર્ષમાં કિવી ટીમ ભારતીય ધરતી પર એક પણ ODI સિરીઝ જીતવામાં સફળ રહી નથી.

શરૂઆત અને અંતમાં ક્લીન સ્વીપનો સંયોગ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ બાઈલેટરલ સિરીઝ 1988 માં રમાઈ હતી, જેમાં ભારતે 4-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું. યોગાનુયોગ એ છે કે, છેલ્લે 2023 માં જ્યારે ન્યૂઝીલેન્ડ ભારત આવ્યું, ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ 3-0 થી સિરીઝ પોતાના નામે કરીને ક્લીન સ્વીપ કર્યું હતું. આમ, આ હરીફાઈની શરૂઆત અને છેલ્લી સિરીઝ બંને ક્લીન સ્વીપ સાથે સમાપ્ત થઈ છે.

ટેસ્ટની હારનો ડંખ અને સાવચેતી

ભલે વનડેમાં ભારતનો હાથ ઉપર હોય, પરંતુ 2024 માં ટેસ્ટ સિરીઝમાં જે બન્યું તે ટીમ ઈન્ડિયા ભૂલી શકશે નહીં. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ન્યૂઝીલેન્ડે ભારતને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં 0-3 થી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. આ હારનો બદલો લેવા અને વનડેમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ભારતીય ટીમ આ વખતે પૂરા જોશ સાથે મેદાનમાં ઉતરશે.

આંકડાઓની નજરે ભારતનું પ્રભુત્વ

જો આંકડાઓ પર નજર કરીએ તો ભારતીય ધરતી પર ન્યૂઝીલેન્ડનો રેકોર્ડ ઘણો નબળો છે. ભારતમાં રમાયેલી 40 વનડે મેચોમાંથી ટીમ ઈન્ડિયા 31 માં જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડ માત્ર 8 મેચ જીતી શક્યું છે. એકંદર રેકોર્ડમાં પણ 120 મેચોમાંથી 62 જીત સાથે ભારત આગળ છે.

ભારત vs ન્યુઝીલેન્ડ હેડ-ટુ-હેડ ODI (ભારતમાં)

વિગત

સંખ્યા

કુલ મેચ

40

ભારત જીત્યું

31

ભારત હાર્યું

8

ડ્રો

1

ભારત vs ન્યુઝીલેન્ડ કુલ હેડ-ટુ-હેડ ODI

વિગત

સંખ્યા

કુલ મેચ

120

ભારત જીત્યું

62

ન્યુઝીલેન્ડ જીત્યું

50

ટાઈ

1

ડ્રો/અનિર્ણિત

7

ભારત vs ન્યુઝીલેન્ડ ODI સિરીઝ રિઝલ્ટ (ભારતમાં)

સીઝન/વર્ષ

વિજેતા

સ્કોર (રિઝલ્ટ)

1988/89

ભારત

4-0 થી વિજય

1995/96

ભારત

3-2 થી વિજય

1999/00

ભારત

3-2 થી વિજય

2010/11

ભારત

5-0 થી ક્લીન સ્વીપ

2016/17

ભારત

3-2 થી વિજય

2017/18

ભારત

2-1 થી વિજય

2023

ભારત

3-0 થી ક્લીન સ્વીપ

ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝની ભારતીય ટીમની સ્કવોડ:

આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં શુભમન ગિલ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ખેલાડીઓ સાથે શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન) અને ઋષભ પંત જેવા વિસ્ફોટક બેટ્સમેનોનો સમાવેશ થાય છે. બોલિંગમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ પર મુખ્ય નજર રહેશે.

સ્કવોડ:- શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે. એલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.

ભારત vs ન્યુઝીલેન્ડ ODI સિરીઝ શેડ્યૂલ

તારીખ

મેચ

સ્થળ

11 જાન્યુઆરી

પહેલી વનડે

વડોદરા

14 જાન્યુઆરી

બીજી વનડે

રાજકોટ

18 જાન્યુઆરી

ત્રીજી વનડે

ઇન્દોર

ભારત vs ન્યુઝીલેન્ડ T20I સિરીઝ શેડ્યૂલ

તારીખ

મેચ

સ્થળ

21 જાન્યુઆરી

પ્રથમ T20I

નાગપુર

23 જાન્યુઆરી

બીજી T20I

રાયપુર

25 જાન્યુઆરી

ત્રીજી T20I

ગુવાહાટી

28 જાન્યુઆરી

ચોથી T20I

વિશાખાપટ્ટનમ

31 જાન્યુઆરી

પાંચમી T20I

તિરુવનંતપુરમ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now