Home Sports Ind Vs Nz 1st T20i Ishan Kishan Will Bat At Number 3 Instead Of Suryakumar Yadav

IND vs NZ 1st T20I; નંબર 3 પર Suryakumar Yadav નહીં કરે બેટિંગ! : ભારતીય કેપ્ટનએ કર્યો મોટો ખુલાસો, જાણો કોણ નંબર 3 પર બેટિંગ કરશે

IND vs NZ 1st T20I; નંબર 3 પર Suryakumar Yadav નહીં કરે બેટિંગ!
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 01:05 PM IST

India vs New Zealand, 1st T20I: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે (21 જાન્યુઆરી, 2026) પાંચ મેચની T20I સિરીઝ શરૂ થઈ રહી છે. તે પહેલા, ક્રિકેટ જગતમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇશાન કિશન પહેલી T20I માં રમવા માટે પુષ્ટિ થયેલ છે. તે ત્રીજા નંબર પર બેટિંગ કરશે. "સૂર્યકુમાર યાદવે પુષ્ટિ આપી છે કે, ઇશાન કિશન કાલે ત્રીજા નંબર પર બેટિંગ કરશે."

T20I માં ત્રીજા નંબર પર બેટિંગ કરતા ઈશાન કિશનનું પ્રદર્શન

ઇશાન કિશન પહેલી T20I માં ત્રીજા નંબર પર બેટિંગ કરશે, તો જાણો તેના પ્રદર્શનની વાત કરીએ. 2021 થી અત્યાર સુધી, 27 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન આ સ્થાન પર 4 મેચ રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન, તેને 4 ઇનિંગ્સમાં 28.5 ની એવરેજથી 114 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 134.11 રહ્યો છે. ત્રીજા નંબર પર તેનો સર્વોચ્ચ સ્કોર 58 રન છે.

ઇશાન કિશનની T20I ક્રિકેટ કારકિર્દી

અત્યાર સુધી, ઇશાન કિશનએ ભારત માટે કુલ 32 મેચ રમ્યો છે. તેને 32 ઇનિંગ્સમાં 25.67 ની એવરેજથી 796 રન બનાવ્યા છે. ઇશાન કિશનના T20I ક્રિકેટમાં 6 હાફ-સેન્ચુરી છે. જેમા તેનો સર્વોચ્ચ સ્કોર 89 રન છે. અને ઇશાન કિશનનો બેટિંગ સ્ટ્રાઇક રેટ 124.37 છે.

T20I સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ

મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે (વિકેટકીપર), જેકબ ડફી, ઝેકરી ફોલ્ક્સ, મેટ હેનરી, કાઈલ જેમિસન, બેવોન જેકબ્સ, ડેરીલ મિચેલ, જીમી નીશામ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, ટીમ રોબિન્સન, ઈશ સોઢી.

ન્યુઝીલેન્ડ સીરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમઃ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા (ઈજાને કારણે પ્રથમ ત્રણ મેચોમાંથી બહાર, તેના સ્થાને શ્રેયસ ઐયર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર (ઈજાને કારણે રવિ બિશ્નોઇ સામેલ), ઇશાન કિશન (વિકેટકીપર).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now