Home Sports Ind Vs Eng Shubman Gill Will Ovel New World Records

ind vs eng: ઓવલમાં શુભમન ગિલની 5 વિશ્વ રેકોર્ડ પર નજર : ગાવસ્કર સાથે ડોન બ્રેડમેનનો વિશ્વ રેકોર્ડ પણ નિશાના પર

ind vs eng: ઓવલમાં શુભમન ગિલની 5 વિશ્વ રેકોર્ડ પર નજર
Published by: OBS Bureau
Last Updated: Jul 29, 2025, 07:33 AM IST

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં શુભમન ગિલ શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેને અત્યાર સુધી 8 ઇનિંગ્સમાં 722 રન બનાવ્યા છે, જેમાં ચાર સદીનો પણ સમાવેશ થાય છે. ઓવલ ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં, તેની નજર 5 મોટા વર્લ્ડ રેકોર્ડ પર છે, જેમાં એક એવો રેકોર્ડ છે જે 89 વર્ષથી તૂટી શક્યો નથી.

પાંચમી ટેસ્ટમાં શુભમન ગિલનીની નજર 5 મોટા વર્લ્ડ રેકોર્ડ પર

- ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે શાનદાર ફોર્મમાં છે. તે ફક્ત ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ જીતીને શ્રેણી બરાબર કરવા માટે જ નહીં, પરંતુ તેની નજરમાં 5 મોટા રેકોર્ડ પણ છે.

- જો ગિલ લંડનના ઓવલ ખાતે રમાનારી પાંચમી ટેસ્ટ મેચમાં વધુ એક સદી ફટકારે છે, તો તે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્લાઈડ વોલકોટ દ્વારા 1955માં સ્થાપિત વિશ્વ રેકોર્ડની બરાબરી કરશે. વોલકોટ ઓસ્ટ્રેલિયા સામે એક જ ટેસ્ટ શ્રેણીમાં 5 સદી ફટકારી હતી, જે હજુ પણ એક રેકોર્ડ છે.

- વોલકોટે 89 વર્ષ પહેલા તે સિરીઝમાં 827 રન બનાવ્યા હતા, જ્યારે ગિલે અત્યાર સુધી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 722 રન બનાવી ચૂક્યો છે અને જો તે ફરીથી બે મોટી ઇનિંગ્સ રમશે, તો આ રેકોર્ડ તોડી શકે છે. ગિલ હાલમાં સુનિલ ગાવસ્કર અને વિરાટ કોહલીના ક્લબમાં છે જેમણે એક જ ટેસ્ટ શ્રેણીમાં ચાર સદી ફટકારી હતી, પરંતુ જો ગિલ છેલ્લી ટેસ્ટમાં વધુ એક સદી ફટકારે છે, તો તે એક ખાસ સિદ્ધિ હાંસલ કરશે.

- ડોન બ્રેડમેને 1936-37 એશિઝ સિરીઝમાં કેપ્ટન તરીકે 810 રન બનાવ્યા હતા. હવે શુભમન ગિલ આ રેકોર્ડથી માત્ર 89 રન દૂર છે અને જો તે આ રન કરતાં વધુ રન બનાવશે તો તે કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

- શુભમન ગિલને ટેસ્ટ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવા માટે 53 રનની જરૂર છે. સુનિલ ગાવસ્કર 774 રન ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. ગિલને કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવા માટે માત્ર 11 રનની જરૂર છે. જો તે 5 મી ટેસ્ટમાં 11 રન બનાવશે તો ગીલ ગાવસ્કરને પાછળ છોડી દેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now