Home Sports Ind Vs Eng England Announces Playing Xi For The Fourth Test

IND vs ENG: ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ-11 ની કરી જાહેરાત : 8 વર્ષ બાદ આ સ્ટાર ઓલરાઉન્ડરની ટીમમાં વાપસી

IND vs ENG: ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે પ્લેઈંગ-11 ની કરી જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 10:14 AM IST

IND vs ENG: ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ ચાલી રહેલા યજમાન ઈંગ્લેન્ડે ચોથી ટેસ્ટ માટે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે ઈંગ્લેન્ડે ટેસ્ટ મેચના 24 કલાક પહેલા નહીં, પરંતુ 42 કલાક પહેલા પોતાના 11 ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ માટે ઈંગ્લેન્ડે પોતાના પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે. 8 વર્ષના લાંબી સમય પછી સ્પિનર લિયામ ડોસનને ટીમમાં સ્થાન મળ્યું છે.

ઓલરાઉન્ડર લિયામ ડોસનને ટીમમાં મળ્યું સ્થાન

ઈંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 22 રનથી હરાવીને સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે છેલ્લી વિકેટ લેનાર સ્પિનર શોએબ બશીરના સ્થાને લિયામ ડોસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. બશીરને લોર્ડ્સ ટેસ્ટમાં આંગળીની ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થયો હતો. ઈંગ્લેન્ડના પસંદગીકારોએ ચોથી અને પાંચમી ટેસ્ટ માટે ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર લિયામ ડોસનનો ટીમમાં સમાવેશ કર્યો હતો.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11

બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ, લિયામ ડોસન, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ અને જોફ્રા આર્ચર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now