Home Sports Ind Vs Eng Day 2 Live Cricket Score India Vs England First Test

IND vs ENG 1st Test, Day 2 : ઋષભ પંતે સિક્સર સાથે સદી પૂર્ણ કરી, શુભમન ગિલ 147 રન બનાવી આઉટ

IND vs ENG 1st Test, Day 2
Published by: OBS Bureau
Last Updated: Jun 21, 2025, 11:33 AM IST

ભારતે પહેલા સેશનની સારી શરૂઆત કરી, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલે બીજા સેશનમાં વિકેટ પડવા દીધી નહીં. યશસ્વી ત્રીજા સેશનમાં આઉટ થયો, પરંતુ ગિલે ઋષભ પંત સાથે મળીને 138 રનની શાનદાર ભાગીદારી કરી.

આજે લોડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતનો સ્કોર 400 રનને પાર કરી ગયો છે. ગિલ અને પંતે અત્યાર સુધીમાં ચોથી વિકેટ માટે 183 રનની ભાગીદારી કરી છે. ઉપ-કપ્તાન પંત સદીની નજીક છે અને 95 રન બનાવીને રમી રહ્યો છે. કેપ્ટન ગિલ પણ 147 રન બનાવીને આઉટ થયો છે. કેપ્ટન શુભમન ગિલે 227 બોલમાં 19 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 147 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમના વાઈસ કેપ્ટનઋષભ પંતે શોએબ બશીરના બોલ પર સિક્સર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. આ પંતની સાતમી ટેસ્ટ સદી છે અને તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. તેણે આ બાબતમાં મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now