Home Sports Ind Vs Eng 2nd Test What Is Indias Record In Tests At Edgbaston

Ind-vs-Eng 2nd Test: આ મેદાનમાં પર ભારતનો શરમજનક રેકોર્ડ : 123 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ભારત જીતનો સ્વાદ નથી ચાખ્યો

Ind-vs-Eng 2nd Test: આ મેદાનમાં પર ભારતનો શરમજનક રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 09:16 AM IST

ભારતની ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ માટે એજબેસ્ટનમાં મેદાનમાં સામનો કરવા ઉતરશે. પરંતુ આ મેદાન પર ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. 123 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ભારતને અત્યાર સુધી એજબેસ્ટનમાં એક પણ જીત મળી નથી. ટીમ ઇન્ડિયાએ આ મેદાન પર અત્યાર સુધી કુલ સાત ટેસ્ટ મેચ રમી છે, પરંતુ વિજયનો સ્વાદ ચાખ્યો નથી અને તેમાંથી ત્રણ વખત ભારતને ઇનિંગના માર્જિનથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

1967માં પહેલી વાર ભારતે એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ઇંગ્લેન્ડે ભારતને 132 રનથી હરાવ્યું હતું. આ પછી 1974માં ભારત એક ઇનિંગ અને 78 રનથી હારી ગયું હતું અને પછી 1979માં તે એક ઇનિંગ અને 83 રનથી હારી ગયું હતું. 1986માં બંને વચ્ચે રમાયેલી મેચ એકમાત્ર ટેસ્ટ હતી જે ડ્રો રહી હતી. આ પછી 1996માં ભારતને ફરીથી 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયાને આ મેદાન પર 201માં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો જ્યારે ઈંગ્લેન્ડે ભારતને એક ઇનિંગ અને 242 રનથી હરાવ્યું હતું. છેલ્લી વખત ભારતને 2022માં સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now