Home Sports Ind Vs Eng 1st Odi Predicted Playing Xi Virat Kohli Ishan Kishan

IND vs ENG 1st ODI: વિરાટ કોહલીની વાપસી નિશ્ચિત! : ઈશાન કિશન બહાર બેસી શકે, આવી હોઈ શકે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11

ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડે પહેલાં પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 13, 2026, 06:15 PM IST

IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ-11ને લઈને ચર્ચા જોર પકડી છે. તાજેતરમાં ટી-20 શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ટીમ હવે વનડે ફોર્મેટમાં નવી શરૂઆત કરવા ઉતરશે. એજબેસ્ટન ખાતે રમાનારી પ્રથમ વનડેમાં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીની વાપસી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઇંગ-11માં સ્થાન ન મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ટોપ ઓર્ડરમાં અનુભવ અને સ્થિરતા પર ભાર

ભારતીય ટીમની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડી કરી શકે છે. ત્રીજા ક્રમે વિરાટ કોહલીની વાપસીથી બેટિંગ મજબૂત બનશે, જ્યારે ચોથા ક્રમે શ્રેયસ અય્યર અને પાંચમા ક્રમે વિકેટકીપર કેએલ રાહુલને તક મળવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ઈશાન કિશનને બહાર બેસવું પડી શકે છે, કારણ કે ટીમ વધારાના ઓલરાઉન્ડર અને બોલિંગ વિકલ્પ સાથે ઉતરવા માંગે છે.

ઓલરાઉન્ડર અને બોલિંગ વિભાગમાં સંતુલન

મિડલ ઓર્ડર બાદ વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ જેવા સ્પિન ઓલરાઉન્ડરને સ્થાન મળી શકે છે. મુખ્ય સ્પિનરની જવાબદારી કુલદીપ યાદવ સંભાળી શકે છે, જ્યારે ઝડપી બોલિંગ આક્રમણની કમાન જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને ગુર્નૂર બ્રાર અથવા અન્ય ઝડપી બોલરને સોંપાઈ શકે છે. ઇંગ્લેન્ડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ વધારાના સીમર સાથે મેદાનમાં ઉતરવાનું પસંદ કરી શકે છે.

વિરાટની ફિટનેસ પર હતી નજર, હવે વાપસીની તૈયારી

વિરાટ કોહલીને અગાઉ ઈજાના કારણે ફિટનેસ ક્લિયરન્સની રાહ જોવી પડી હતી. જોકે હવે તેઓ ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે અને પ્રથમ વનડેમાં રમવાની સંભાવના મજબૂત બની છે. બીજી તરફ કેપ્ટન શુભમન ગિલે પણ સ્પષ્ટ કર્યું છે કે 2027 વર્લ્ડ કપની યોજનામાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

એજબેસ્ટનની પિચ પર ઝડપી બોલરોને મળી શકે મદદ

હવામાન અને પિચ રિપોર્ટ મુજબ એજબેસ્ટનની સપાટી શરૂઆતમાં ઝડપી બોલરોને સ્વિંગ અને સીમ મૂવમેન્ટ આપી શકે છે. મેચ આગળ વધતા બેટિંગ સરળ બનવાની શક્યતા છે. ટોસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. વરસાદની શક્યતા ઓછી હોવાથી સંપૂર્ણ મેચ રમાવાની આશા છે.

આ પણ વાંચો: 18 વર્ષ, 5 IPL ટ્રોફી, 2 CLT20 ટ્રોફી અને હવે વિદાય... : CSKમાં મોટો ફેરફાર, સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ હવે નવા કોચની શોધ શરૂ

ભારતની સંભવિત પ્લેઇંગ-11

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને ગુર્નૂર બ્રાર/પ્રસિદ્ધ કૃષ્ણ (ટીમ મેનેજમેન્ટના અંતિમ નિર્ણય આધારે).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now