Home Sports Ind Vs Aus Suryakumar Yadav Enters This Special Club Of Legends

IND vs AUS; Suryakumar Yadav એ દિગ્ગજોના આ ખાસ ક્લબમાં કર્યો પ્રવેશ : ઓસ્ટ્રેલિયા સામે બનવ્યો અનોખો રેકોર્ડ

IND vs AUS; Suryakumar Yadav એ દિગ્ગજોના આ ખાસ ક્લબમાં કર્યો પ્રવેશ
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 10:55 AM IST

Suryakumar Yadav created a unique record against Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝની પહેલી મેચ કેનબેરા મેદાન પર રમાઈ હતી. ટીમ ઈન્ડિયાના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી. તેને T20I માં પોતાનો 150 સિક્સરો ફટકારી ચૂક્યો છે. આ સાથે, સૂર્યા એક વિશિષ્ટ ક્લબમાં જોડાઈ ગયો છે.

T20I મેચોમાં 150 થી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન

  1. 205 રોહિત શર્મા

  2. 187 મોહમ્મદ વસીમ

  3. 173 માર્ટિન ગુપ્ટિલ

  4. 172 જોસ બટલર

  5. 150 સૂર્યકુમાર યાદવ

સૂર્યાની આ સિદ્ધિની ખાસ વાત એ છે કે, ફક્ત મોહમ્મદ વસીમ જ સૂર્યા (86 ઇનિંગ્સ, 1649 બોલ) કરતાં 150 મો સિક્સર સૌથી ઝડપી ફટકારવામાં સફળ રહ્યો છે. મોહમ્મદ વસીમે 66 ઇનિંગ્સ અને 1543 બોલમાં 150 છગ્ગા ફટકાર્યા હતા.

સૂર્યકુમાર યાદવે સતત 14 T20I ઇનિંગ્સમાં એકપણ હાફ-સેંચુરી ફટકારી શક્યો નથી

આ મેચમાં સૂર્યા ટચમાં દેખાઈ રહ્યો હતો. આ ઇનિંગ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે, તે ખૂબ લાંબા સમયથી કોઈ મોટી ઇનનિંગ રમી નથી. રોહિત શર્માના T20I રિટાર્ડમેન્ટ પછીથી સૂર્યાકુમાર યાદવે ભારતીય T20I ટીમનો કેપ્ટન બન્યો છે, ત્યારથી મેદાન પર તેનો ઉત્સાહ અકબંધ રહ્યો છે, પરંતુ તેની બેટિંગમાં કોઈ ખાસ મહત્વ નહોતું. એશિયા કપ દરમિયાન પણ તેને કઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. નોંધનીય છે કે આ મેચ પહેલા, સૂર્યકુમાર યાદવે સતત 14 T20I ઇનિંગ્સમાં એકપણ હાફ-સેંચુરી ફટકારી શક્યો નથી. આ તેની કારકિર્દીનો સૌથી લાંબો "dry spell" છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now