Home Sports Ind Vs Aus First Match Against Australia Called Off Due To Rain Delay

IND vs AUS; ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ વરસાદના વિલંબને કારણે થઈ રદ! : જાણો પ્રથમ મેચની 9.4 ઓવરમાં ટીમ ઈન્ડિયાનું કેવું રહ્યું પ્રદર્શન

IND vs AUS; ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ વરસાદના વિલંબને કારણે થઈ રદ!
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 12:01 PM IST

IND vs AUS, 1st T20 Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની T20 સીરિઝની પહેલી મેચ કેનબેરાના મનુકા ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાની તક આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય કર્યો. કેનબેરામાં રમાયેલ પ્રથમ T20I મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ભારતીય ટીમે કુલ 9.4 ઓવર બેટિંગ કરી.

વરસાદની અસર

પ્રથમ બેટિંગ કરવા આવેલ ભારતીય ટીમે પ્રથમ 5 ઓવરમાં 43 રન ફટકારીને 1 વિકેટ ગુમાવી હતી. જેમા ભારતીય ટીમ તરફથી અભિષેક શર્માએ 14 બોલમાં 19 રન ફટકારી શક્યો, જેમાં 4 ચોક્કા સામેલ છે. શુભમન ગિલ 9 બોલમાં 16 રન બનાવીને નોટઆઉટ હતો, અને તેની સાથે ભારતીય T20I કેપ્ટન સુર્યકુમાર યાદવ 7 બોલમાં 8 રન બનાવીને નોટઆઉટ હતો. આ સમયે પ્રથમ વખત વરસાદ પડ્યો અને મેચને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી. ત્યારપછી ફરીથી 9.4 ઓવરે બીજી વખત વરસાદ પડ્યો અને મેચને ફરીથી રોકવામાં આવી અને વરસાદને કારણે મેચને “No Result” જાહેર કરવામાં આવી.

ભારતીય ટીમનું પ્રદર્શન

ભારતીય ટીમે 9.4 ઓવરમાં બેટિંગ કરતાં 97 રન બનાવીને 1 જ વિકેટ ગુમાવી હતી. જેમા શુભમન ગિલે 20 બોલમાં 37 રન સાથે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો જેમા તેનો સ્ટ્રાઈક રેટ 185 નો હતો. અને કેપ્ટન સુર્યકુમાર યાદવે 162.5 ના સ્ટ્રાઈક રેટથી 24 બોલમાં 39 રન બનાવ્યા જેમા 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અને અભિષેક શર્મા માત્ર 14 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ ગયો.

મુખ્ય હાઇલાઇટ્સ

વરસાદને કારણે મેચને 18-18 ઓવરની કરવામાં આવી હતી, જેના કારણે પાવરપ્લે 5.2 ઓવર સુધીનો હતો જેમા ભારતીય ટીમે 45 રન બનાવ્યા હતા. શુભમન ગિલ અમ્પાયર્સ કોલની મદદથી LBW આઉટ થવામાંથી બચ્યો હતો. અભિષેક શર્માએ ઝેવિયર બાર્ટલેટની એક જ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા. અને સૂર્યકુમાર યાદવે T20I માં 150 સિક્સર પૂર્ણ કર્યા.

રસપ્રદ ફેક્ટ

  • મિશેલ માર્શે અત્યારસુધી જીતેલા 18 ટોસમાં પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.

  • સૂર્યકુમાર યાદવ છેલ્લી 14 T20I મેચમાં એકપણ ફિફ્ટી નથી કરી શક્યો.

  • ભારતે 2008 પછી ક્યારેય ઓસ્ટ્રેલિયામાં T20 સિરીઝ ગુમાવી નથી.

બંને ટીમની પ્લેઇંગ-11

પ્રથમ T20I માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ.

પ્રથમ T20I માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, મિચ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, જોશ ફિલિપ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન, જોશ હેઝલવુડ.

નીતિશકુમાર રેડ્ડી ત્રણ મેચમાંથી બહાર!

નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે પહેલી 3 મેચમાંથી બહાર થઈ ગયો છે.

આગળની મેચ

બીજી T20I 31 ઑક્ટોબરે મેલબોર્ન (MCG) ખાતે રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now