Home Health-lifestyle In Winter Make Sure To Eat These Items Made From Jaggery They Will Keep Your Body Warm In The Cold

શિયાળામાં ગુણકારી છે ગોળ : શિયાળામાં જરૂરથી ખાઓ ગોળમાંથી બનતી આ વસ્તુઓ, ઠંડીમાં શરીર રહેશે ગરમ

શિયાળામાં ગુણકારી છે ગોળ
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2025, 06:15 PM IST

શિયાળામાં ગોળમાંથી બનેલી મિઠાઈઓ ખાવાનું ખૂબ જ મહત્વ છે. જે શરીરને ગરમાવો અને એનર્જી બંને આપે છે. એવામાં ખાસ કરીને ગોળમાંથી બનેલી મિઠાઈઓ તો ખાસ ફાયદો કરાવે છે. આ પારંપરિક મિઠાઈઓ પોષણથી ભરપૂર હોવાની સાથે ઠંડા મોસમનો આનંદ ડબલ થઈ જાય છે. શિયાળો એ માત્ર ઠંડીની ઋતુ નથી, પણ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનો પણ છે. આ સમય દરમિયાન આપણા શરીરને વધુ ઉર્જા અને હૂંફની જરૂર હોય છે, જેને પૂર્ણ કરવા માટે ગોળ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.આયરન, કેલ્શિયમ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર ગોળ ન માત્ર શરીરને મજબૂતી આપે છે, પરંતુ ઠંડીથી બચવા માટે મદદ કરે છે. આવો જાણીએ આવી જ કેટલી મિઠાઈઓ વિશે.

ગોળના લાડૂ
શિયાળામાં ગોળ, ઘી અને તલ કે મગફળી કે દાળિયાના લોટમાંથી બનેલા લાડૂ સ્વાદિષ્ટ હોય છે અને સાથે શરીરને ઠંડીથી રક્ષણ આપે છે.

ગોળની ખીર
દૂધ, ચોખા અને ગોળથી બની સાદી અને પરંપરાગત મીઠાઈ શિયાળામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે સ્વાદિષ્ટ હોય છે અને પાચન સુધારવામાં મદદ કરે છે

ચિક્કી
તલ, દાળિયા, શીંગદાણા સાથેની ચિક્કી ગુજરાતીઓની ફેવરિટ હોય છે. જે સ્વાદ અને સ્વાસ્થ્યના સંગમ સમાન હોય છે.

ગોળ અને ગુંદરના લાડૂ
ગુંદર, ગોળ અને ઘીમાંથી બનેલા આ લાડુ હાડકાને મજબૂત બનાવે છે અને ઠંડીના દિવસોમાં ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મીઠાઈ શિયાળાની ખાસ વાનગી ગણાય છે.

ગોળ અને મગદાળનો હલવો
મગની દાળ સાથે ઘી અને ગોળનું મિશ્રણ આ હલવાને શિયાળા માટે ખાસ બનાવે છે. આ મીઠી માત્ર શરીરને ગરમ જ નથી કરતી પણ તેનો સ્વાદ પણ અદ્ભુત છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now